Saturday, 27/07/2024
Dark Mode

૧૦૮ ઈમરજન્સી સેવા દાહોદના ઇ એમ ટી ધર્મેન્દ્રભાઈ બારીયાના પરિવારના બેંક ખાતામાં PMGKP સહાય યોજના હેઠળ પચાસ લાખ રૂપિયા (૫૦,૦૦,૦૦૦) જમા કરાયા

March 7, 2022
        1056
૧૦૮ ઈમરજન્સી સેવા દાહોદના ઇ એમ ટી ધર્મેન્દ્રભાઈ બારીયાના પરિવારના બેંક ખાતામાં PMGKP સહાય યોજના હેઠળ પચાસ લાખ રૂપિયા (૫૦,૦૦,૦૦૦) જમા કરાયા

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

૧૦૮ ઈમરજન્સી સેવા દાહોદના ઇ એમ ટી ધર્મેન્દ્રભાઈ બારીયાના પરિવારના બેંક ખાતામાં PMGKP સહાય યોજના હેઠળ પચાસ લાખ રૂપિયા (૫૦,૦૦,૦૦૦) જમા કરાયા

108 ઈમરજન્સી સેવાના પીએમ(પ્રોગ્રામ મેનેજર)દિનેશ ઉપાધ્યાય,શેખ જમીલ હુસૈન (EME, દાહોદ ),વિજયી ગામીત EME દે. બારીયાની ઉપસ્થિતિમાં મૃતકના પત્ની તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા..

દાહોદ તા.07

૧૦૮ ઈમરજન્સી સેવા દાહોદના ઇ એમ ટી ધર્મેન્દ્રભાઈ બારીયાના પરિવારના બેંક ખાતામાં PMGKP સહાય યોજના હેઠળ પચાસ લાખ રૂપિયા (૫૦,૦૦,૦૦૦) જમા કરાયા

દાહોદ જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર ૪ વર્ષથી ઈ એમ ટી તરીકે ફરજ બજાવતા સ્વ ધર્મેન્દ્રભાઈ બારીયા જેઓએ તેમની કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા, અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા આપતા આકસ્માત થયા હતા પરંતુ સારવાર દરમ્યાન ધીરજ હોસ્પિટલમાં તા:૦૪-૦૯-૨૦૨૧ નાં રોજ જીવ ગુમાવ્યો હતો. તેમને કોરોના મહામારીના કપરા સમયમાં લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી. જીલ્લા કલેકટરશ્રી અને GVK EMRI ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખ (રૂ.૫૦,૦૦,૦૦૦)ની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જીલ્લા કલેકટરશ્રી તથા GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

૧૦૮ ઈમરજન્સી સેવા દાહોદના ઇ એમ ટી ધર્મેન્દ્રભાઈ બારીયાના પરિવારના બેંક ખાતામાં PMGKP સહાય યોજના હેઠળ પચાસ લાખ રૂપિયા (૫૦,૦૦,૦૦૦) જમા કરાયા

સ્વ ધર્મેન્દ્રભાઈ બારીયા કોરોના મહામારી દરમ્યાન આકસ્માત થતા મૃત્યુ પામેલ હોઈ સરકારશ્રીની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ ઇન્શ્યોરેન્સ કવરનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે GVK EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી અને સરકારશ્રીના નિયત કરેલ નીતિનિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાહિતની અરજી સંલગ્ન કચેરી ખાતે મોકલી આપેલ હતી. સરકારશ્રીના અધિક નિયામકશ્રીની કચેરી, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ તથા કલેક્ટરશ્રીની કચેરી સાથે જરૂરી સંકલન સાધી નિયત કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સમયસર સહાય મળે તે મુજબની સફળ કામગીરી કરેલ હતી.

પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો. GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા સંસ્થા દ્વારા PMGKP યોજનાની સહાય અપાવવા જરૂરી કાર્યવાહી કરી કપરા સમયમાં પુરતો સહકાર આપેલ છે. પરિવારના સભ્યો તેઓના પિતા, પત્ની GVK EMRI સાથે જોડાઈ ૧૦૮ ઇમરજન્સી સેવામાં આવી ઉમદા અને શ્રેષ્ઠ કામગીરીની ફરજ બજાવતા હતા તે માટે ગર્વ અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!