
દાહોદ જિલ્લાની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ પૂર્વ પાલિકા પ્રમુખ ના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત યોજી
દાહોદ તા.06
દાહોદ જિલ્લાની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટી આદિજાતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ,આદિજાતી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેરના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ આજરોજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ના નિવાસસ્થાન પર શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દાહોદ જિલ્લાની મુલાકાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી હર્ષદભાઇ વસાવા, તેમજ ટ્રાઇફેડ પ્રમુખ શ્રી રામસિંહ રાઠવાઓએ આજરોજ દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અભિષેક મેડાના નિવાસ સ્થાન પર શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જ્યાં પાલિકાના પૂર્વ પ્રમુખ અભિષેક મેડા તેમજ જિલ્લા પંચાયત સભ્ય નીરજ મેડાએ મહેમાનોનું ઉમકળાભેર સ્વાગત કર્યું હતું.