શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘મહિલા સુરક્ષા,સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ જાગૃતિ સંવાદ’ કાર્યક્રમ યોજાયો*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘મહિલા સુરક્ષા,સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ જાગૃતિ સંવાદ’ કાર્યક્રમ યોજાયો*

*ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા,181 હેલ્પલાઇન,સખીવન સ્ટોપ સેન્ટર,કાઉન્સેલિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન અપાયું*

 સુખસર,તા.12

  શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ગોધરા ખાતે અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ અને સમાજ કાર્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘મહિલા સુરક્ષા,સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ જાગૃતિ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન સેન્ટર ઑફ એક્સેલન્સના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવ્યું હતું.

      કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કુલસચિવ ડૉ.અનિલભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગનાં સંયોજક ડૉ.બીના વાઢીયા,સમાજ કાર્ય વિભાગના સંયોજક ડૉ.રાજુભાઈ ભુરીયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.પ્રહલાદભાઈ અર્જુનભાઈ વણઝારા,શ્રીમતી તૃપ્તિ ચૌહાણ તેમજ સમાજ કાર્ય વિભાગના મુલાકાતી અધ્યાપક કલ્પેશભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

     કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા, કાનૂની જાગૃતિ, કાઉન્સેલિંગ, સરકારી સહાય સેવાઓ તથા મહિલાઓના સશક્તિકરણ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. Women and Child Development Departmentના District Mission Coordinator – DHEW શ્રી મહેશભાઈ કમરોલા, સખી વન સ્ટોપ સેન્ટરના Center Administrator શ્રીમતી કલ્પનાબેન જાદવ, PBSC Counsellor શ્રીમતી યોગિનીબેન પરમાર,181 મહિલા હેલ્પલાઇનના Counsellor શ્રીમતી દીપાલીબેન પટેલ તથા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ,દાહોદનાં ટ્રસ્ટી શ્રીમતી સંધ્યાબેન ભુરીયાએ મહિલાઓ માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ, સહાય વ્યવસ્થાઓ અને સશક્તિકરણના પ્રયાસો અંગે વિદ્યાર્થીઓને વ્યવહારુ માહિતી આપી હતી.

        કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં વિદ્યાર્થીઓએ મહિલા સુરક્ષા, 181 હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, કાઉન્સેલિંગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ સેવાઓ અંગે પ્રશ્નો પૂછી નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.આ કાર્યક્રમમાં અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ અને સમાજ કાર્ય વિભાગના કુલ ૯૨વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે આ સંવાદ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે વ્યવહારુ સમજ વિકસાવવામાં ઉપયોગી સાબિત થયો હતો.અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુલપતિ પ્રો.ડૉ.હરિભાઈ કાતરીયાએ મહિલા સુરક્ષા અને સશક્તિકરણને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જાગૃતિ, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી સાથે કાર્ય કરવા પ્રેરણા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ રાજુભાઇ ભુરીયા નાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રહલાદભાઈ અર્જુનભાઈ વણઝારા અને શ્રી કલ્પેશભાઈ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સમાજશાસ્ત્ર વિભાગની મુલાકાતી અધ્યાપિકા શ્રીમતી તૃપ્તિ ચૌહાણ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

       કાર્યક્રમનો મુખ્ય સંદેશ ‘સુરક્ષિત મહિલા, સશક્ત સમાજ અને સમૃદ્ધ ભારત’ રહ્યો હતો. મહિલા સુરક્ષા, જાગૃતિ, સંવાદ અને સહયોગ દ્વારા વધુ સમાન, સુરક્ષિત અને સશક્ત સમાજના નિર્માણ તરફ આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો.

Share This Article