Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના ગરાડું નજીક એસટી બસમાં આગ લાગી:બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ.

March 2, 2022
        4406
ઝાલોદ તાલુકાના ગરાડું નજીક એસટી બસમાં આગ લાગી:બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ.

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ઝાલોદ તાલુકાના ગરાડું નજીક એસટી બસમાં આગ લાગી: મુસાફરોનો આબાદ બચાવ

ફતેપુરા થી વડોદરા તરફ મુસાફરો ભરીને જતી એસટી બસ ગરાડુ નજીક ભડભડ સળગી ઉઠી:આગના બનાવના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

આગના બનાવના પગલે ફતેપુરા ઝાલોદ વચ્ચેનો માર્ગ બંધ થયો:આસપાસના સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે..

ફાયર બિગ્રેડની ટીમે પાણીનો મારો ચલાવીઆગ ઓલવી:આગ લાગવાનું કારણ અકબંધ..

ઝાલોદ તા.02

ઝાલોદ તાલુકાના ગરાડુ નજીક એસટી બસમાં અકસ્માતે આગ ફાટી નીકળતા બસમાં બેસેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગ પ્રચંડ રૂપ ધારણ કરે તે પહેલા જ બસમાં બેસેલા મુસાફરો પોતાનો જીવ બચાવી બસમાંથી બહાર નીકળી ગયા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ ફતેપુરા થી વહેલી સવારે વડોદરા તરફ જતી એસટી બસ ઝાલોદ પહોંચે તે પહેલાં જ બસમાં એકાએક આગ ફાટી નીકળતા બસમાં બેસેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસના ચાલક તેમજ મુસાફરોએ સમયસૂચકતા વાપરી બસમાંથી બહાર આવી જતા કોઈ જાનહાનિ બનવા પામી હતી. જોકે આ આગની ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોએ ઝાલોદ ફાયર ફાઈટર ને કરતા ઝાલોદ અગ્નિશામક દળ ની ટીમે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી એસટી બસમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ રહેવા પામ્યું છે. આગના બનાવના પગલે ફતેપુરા થી ઝાલોદ તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!