
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે એક ઈસમે ચાર વર્ષની બાળકી જોડે અડપલાં કરતા ફરિયાદ નોંધાઈ..
ગરબાડા તા.01
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે એક ઈસમે ચાર વર્ષની બાળકીને બોર ખવડાવવાના બહાને લઈ જઈ મોઢાના ભાગે ઝાપટો મારી શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં રહેતો અને મુળ મધ્યપ્રદેશના ધા૨ જીલ્લાના ગોપાલપુરા જહુર ગામનો 23 વર્ષિય શીવરામભાઇ અમરસિંહ અજનારે ગતરોજ બપોરના ત્રણ વાગ્યા 4 વર્ષની બાળકીને બોર ખાવાના બહાને ગામના તળાવની પાળ ઉપર લઇ જઇ મોઢાના ભાગે ઝાપટ મારી અડપલા કરી શારીરિક છેડછાડ કરી હતી . ગભરાયેલી બાળકી હવસખોર યુવકના હાથમાંથી છુટી ઘરે જાણ કરતા આ સંદર્ભે ભોગ બનનાર બાળકીના પિતાએ યુવક વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .