
રાજેશ વસાવા દાહોદ
દેવગઢ બારીયા નગરમાં ફાઇનાન્સ કંપનીને નિશાન બનાવતાં તસ્કરો:44,481 ના માલમત્તા પર સાફસૂફી..
બારીયા તા.01
દેવગઢબારિયા નગરમાં ચોરીના મક્કમ ઇરાદા ત્રાટકેલા તસ્કરોએ ફાઇનાન્સ ઓફિસના તાળા તોડી તેમાંથી ૪૪ હજાર ઉપરાંતની માલમતા પર હાથફેરો કરી નાસી છૂટવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીયા નગર ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માં આવેલી અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપનીમાં ગતરોજ ચોરીના ઈરાદે ત્રાટકેલા તસ્કરોએ ઓફિસના નાકુચાને તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલ 5 હજાર કિંમતની ચૂભ સેફ્સ કંપનીના લોખંડના લોકર તેમજ 39,481 રૂપિયાની રોકડ રકમ પર હાથફેરો કરી નાસી ગયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે મહિસાગર જિલ્લાના વિરપુર પોલીસ લાઈનની બાજુના અને હાલ 306 નગરપાલિકાની બિલ્ડિંગની સામેના રહેવાસી સંજયભાઈ કાંતિભાઈ પ્રજાપતિએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.