
કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડના ચંદાણા ફળિયામાં બનાવવામાં આવેલ પાણી પુરવઠાની મીની એલ આઈ યોજના ખાલી શોભાના ગાંઠિયા સમાન
સીંગવડ તા.27
સીંગવડના ચંદાણા ફળિયામાં બનાવવામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગમાંની પાણી પુરવઠા યોજના 2019/20 માં બનાવી હતી.તેમાં આજદિન સુધી આ યોજનામાંથી પાણી ચંદાણા ફળિયામાં મળ્યું નથી.જ્યારે આ ટાંકી થતા બોર મોટર પણ હોવા છતાં આ પાણી પુરવઠાની લાઇનને અમુક જગ્યાએ કનેક્શન આપવામાં આવ્યા છે. અને અમુક જગ્યાએ કનેક્શન આપવામાં આવ્યા નથી.જ્યારે આ કનેક્શન તો છે.પણ તેનામાં પાણી આવતું નથી તે ખાલી શોભાના ગાંઠિયા સમાન બનાવીને તેના રૂપિયા સરકાર પાસેથી લઈને સગેવગે કરી દેવામાં આવ્યા છે. જ્યારે રૂપિયા લઈને પાણી પુરવઠા નું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી.જે પણ કોન્ટ્રાક્ટરના કામ આપવામાં આવ્યું હતું તેને ખાલી સરકાર માંથી આવતા રૂપિયા લઈ લીધેલ છે અને તેમાં પાણીનું ટીપું પણ આવતું નથી જ્યારે આના લીધે જલ સે નલ ના કનેક્શન પણ આ ચંદાણા ફળિયાને નહીં મળવાના કારણે તેઓ બે બાજુ ભૂલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.માટે આના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તેની તટસ્થ તપાસ કરીને આ પાણીની લાઈન માં પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે જ્યારે આવતાં ઉનાળાનો સમય મા લોકોને પાણી માટે વલખા મારવા ન પડે અને સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી યોજનાનો લાભ મળી રહે તેવી ચંદાણા ફળિયાના લોકો ની માંગ છે કે તેમને આ પાણી પુરવઠા ની લાઈનો કનેક્શન જોઈન્ટ કરી ને પાણી મળે તેવું