
રાજેન્દ્ર શર્મા /રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણના મોત:અન્ય 13 જેટલાં ઈસમો ઈજાગ્રસ્ત..
વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં તોતિંગ વધારો
લીમખેડા નગરમાં એસટી બસની અડફેટે ૫૮ વર્ષની વૃદ્ધા મોતને ભેટ્યો..
ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે પુરઝડપે આવતા ટ્રકે મુસાફરો ભરેલી તુફાન ગાડીને અડફેટે લીધી: એક વિદ્યાર્થીનું મોત અન્ય ૧૩ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત..
ધાનપુર તાલુકાના નવાનગર ગામે પૂર ઝડપે આવતા કપચી ભરેલા ટ્રેકટર ચાલકે બાળકને બચાવવા શોર્ટ બ્રેક મારતા ટ્રેક્ટર માં બેસેલા એક ઇસમનું જમીન પર પટકાતા મોત..
માર્ગ સલામતી સપ્તાહ તેમજ ટ્રાફિક સપ્તાહની વાતો માત્ર કાગળ પૂર્તિ..
દાહોદ તા.10
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની પૂરઝડપ તેમજ ગફલતના કારણે ત્રણ જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતના બનાવમાં શાળામાં અભ્યાસ કરતા એક વિધાર્થી સહીત ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા છે.ત્યારે ૧૩ વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હોવાનું પ્રાથમિક તબબકે માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે જિલ્લામાં વાહન ચાલકોની પૂર ઝડપ ગફલત તેમજ બેફિકરાઈ ભર્યા ડ્રાંઇવિંગના કારણે માર્ગ અકસ્માતના બનાવો છાસવારે બનતા જોવા મળી રહ્યા છે.ત્યારે પોલીસ તંત્ર તેમજ RTO વિભાગ દ્રારા ટ્રાફીક સલામતી સપ્તાહની ઉજવણી કરી વાહન ચાલકોને ટ્રાફીકના નિયમો તેમજ સુરક્ષિત અને સલામતી માટેની સમજણ માત્ર કાગળ પુરતીજ સીમિત રહી ગઈ હોઈ તેવું પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં અવારનવાર બનતા માર્ગ અકસ્માતોમાં કેટલાય લોકો કાળનો ભોગ બની રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં લીમખેડા બોમ્બે હોટલ સામે એસ.ટી બસે મોપેડ પર પસાર થઈ રહેલા ૫૮ વર્ષીય આધેડને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે
મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકાના બોમ્બે હોટલ નજીક ગતરોજ ૫૮ વર્ષીય ખાલિદ ભાઈ સાદિક ભાઈ પટેલ તેમની GJ-16-CG-4573 નંબરની મોપેડ ગાડી લઈને નીકળ્યા હતા.તે સમયે સામેથી GJ-18-Z-4217 નંબરના એસટીના ચાલકે ખાલિદ ભાઈને ટક્કર મારતા તેઓ મોપેડ લઈને જમીન પર પટકાઈ જતા તેઓના મોઢાણા ભાગે તેમજ બન્ને પગે ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે અકસ્માત સર્જી બસનો ચાલક ઘટના સ્થળે એસટી બસ મૂકી ફરાર થયો હતો.
ઉપરોકત બનાવ સંદર્ભે સુરત જિલ્લાના રામપુર તાલુકાના દુધારા શેરીના રહેવાસી ઇલ્યાસ ભાઈ સાદિક ભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાવતા લીમખેડા પોલીસે એસટી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે
અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના નવાનગર બાટણ ફળીયા પાસે બનવા પામ્યો હતો.જેમાં ભાણપુરના રહેવાસી રાજેશભાઈ પરમારે પોતાના કબ્જાના GJ-20-AQ-1938 નંબરના ટ્રેક્ટરમાં દાહોદથી કપચી ભરી ધાનપુર તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બળદ આડું આવી જતા તેને બચાવવાં રાજેશભાઈ એ ટ્રેકટરને અચાનક બ્રેક મારતા ટ્રેકટરમાં બેસેલા પ્રવીણ ભાઈ હવામાં ફંગોળાઈ જમીન પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઉપરોકત બનાવ સંદર્ભે ભાણપુર તળાવ ફળિયાના રહેવાસી અનવર મગનલાલ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ ગતરોજ ઝાલોદ તાલુકાના કળજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં પૂર ઝડપે આવી રહેલા GJ-18-AV-7440 નંબરના ટ્રકના ચાલાકે GJ-17-BH-3561 નંબરની તુફાન ગાડીને ટક્કર મારતા તુફાન ગાડી રોડની સાઈટમાં ઉતરી પલ્ટી મારી ગઈ હતી.જેમાં ફતેપુરા તાલુકાના ખાતરના મુવાડા ગામના ૧૬ વર્ષીય વિધાર્થીને મોઢાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે તુફાન ગાડીમાં સવાર અન્ય ૧૩ જેટલાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જયારે ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક ઘટના સ્થળ ઉપર મૂકી ભાગી ગયો હતો.
ઉપરોકત બનાવ સંદર્ભે ફતેપુરા તાલુકાના ખાતરના મુવાડા ગામના રહેવાસી વિરકાભાઈ દામાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે