Thursday, 28/03/2024
Dark Mode

લીમખેડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ વર્ષીય બાળકનું મોત: એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

February 5, 2022
        2961
લીમખેડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ વર્ષીય બાળકનું મોત: એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

લીમખેડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ વર્ષીય બાળકનું મોત: એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

લીમખેડા તા.05

લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની પૂર ઝડપ તેમજ ગફ્લતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું છે જયારે એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળેલ છે.

માર્ગ અકસ્માતનો પહેલો બનાવ લીમખેડા તાલુકાના ફુલપરી ગામે ગતરોજ 28/01/2022 ના રોજ બનવા પામેલ છે જેમાં સીંગવડ તાલુકાના ભીલપાણીયા માળી ફળિયાના રહેવાસી કૈલાશ ભાઈ બાબુ ભાઈ મિનામાં પોતાની GJ 20 AH 3821 મોટરસાઇકલ પર 12 વર્ષીય રાજેશ કાલુ ભાઈ મુનિયાને બેસાડી લીમખેડા તાલુકાના ફુલપરી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક જંગલી ભૂંડ બાઇકમાં આવી જતા કૈલાશ ભાઈ મિનામાં તેમજ રાજેશ ભાઈ જમીન પર પટકાતા બન્ને ઈજાગ્રસ્ત થયાં હતા ત્યારબાદ બંનેને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત નીપજવામાં પામ્યું હતું ઉપરોક્ત બનાવ સંદર્ભે લીમખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે માર્ગ અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના અંધારી ગામે ગતરોજ 03/02/2022 ના રોજ બનવા પામ્યો હતો જેમાં લીમખેડા તાલુકાના અંધારી ફળિયાની લક્ષ્મીબેન પરમાર પગપાળા જઈ રહી હતી તે સમયે GJ17 AL 1269 નંબર ના મોટરસાઇકલ ચાલાકે લક્ષ્મીબેન પરમારને ટક્કર મારતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઉપરોકત બનાવ સંદર્ભે અંધારી પરમાર ફળિયાના રહેવાસી અભેસિંગ રૂપાભાઈ પરમારે લીમખેડા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!