Thursday, 18/04/2024
Dark Mode

કોરોનાની બીજી લહેરમાં જિલ્લાવાસીઓના સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન સંયમ અને વહીવટીતંત્રના નિર્ણયો કારગર સાબિત થયાં:દાહોદમાં કોરોનાના કેસો તેમજ મૃત્યુઆંકમાં ઘટાડો થતાં મુક્તિધામમાં અગ્નિ સંસ્કારની જ્વાળાઓ મહદ્અંશે શાંત પડી..

May 15, 2021
        1646
કોરોનાની બીજી લહેરમાં જિલ્લાવાસીઓના સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન સંયમ અને વહીવટીતંત્રના નિર્ણયો કારગર સાબિત થયાં:દાહોદમાં કોરોનાના કેસો તેમજ મૃત્યુઆંકમાં  ઘટાડો થતાં મુક્તિધામમાં અગ્નિ સંસ્કારની જ્વાળાઓ મહદ્અંશે શાંત પડી..

   જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ જીલ્લામાં કોરાનાના દદીઓનો થયો ધટાડો:કોરાનાથી મૃત્યુદર નો આંક પણ થયો ઓછો

થોડા દિવસ અગાઉ સ્મશાનમાં લાગતી ભીડ નહીવત જોવાય મળી:જીલ્લામાં એક માસમાં હતો સૌથી વધુ મૃત્યુઆંક 

જીલ્લામાં સૌથી વધુ પોઝીટીવ કેસો ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હતા:જીલ્લામાં રેપીડ કીટ ખુટતા કેસોમાં થયો ધટાડો

દાહોદ તા.15

દાહોદ જિલ્લામાં સ્વેચ્છિક લોકડાઉનના ચુસ્તપણે પાલન ના પરિણામ સ્વરૂપ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પગલે મૃત્યુઆંકમાં પણ મહત્તમ ઘટાડો દાહોદના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લવાતા મૃતદેહો પણ ઓછા થઈ જતાં લોકોમાં રાહત જોવા મળી છે 

કોરોના મહામારીની જાનલેવા બીજી લહેરે ખુબ જ કાળો કેર વર્તયો છે. એપ્રિલ માસના શરૂઆતમાં શરૂ થયેલી કોરોના મહામારીની બીજી લહેરમાં દાહોદ શહેર સહીત જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા થઇ ગયા હતા.સતત એક માસ ઉપરાંતથી વધી રહેલા કોરોના કેસોને લઈ લોકોમાં એક તરફ ભયનો માહોલ સર્જાવા પામ્યો હતું. તેમાંય આ મહામારીના લીધે છેલ્લા એક માસથી વધારે સમયથી મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો હતો. દાહોદના મુક્તિધામમાં વહેલી સવારના 8 વાગ્યાથી રાતના 11 વાગ્યાં સુધી દરરોજના સરેરાશ 20 થી 35 જેટલાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા.તેવા સમયે દાહોદ શહેર જિલ્લાની પ્રજાના સ્વૈચ્છિક લોકડાઉનના સંયમ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો મહદ અંશે કારગત સાબિત થયા છે. જેના પરિણામ સ્વરૂપ દાહોદમાં કોરોના કેસો સહિત મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. એક સમયે દાહોદના મુક્તિધામમાં સવારથી સાંજ સુધી મૃતદેહોના અંતિમ સંસ્કારનો સિલસિલો અવિરત ચાલુ રહેતો હતો. જેમાં મહત્તમ ઘટાડો નોંધાયો છે. આજ રોજ સવારથી માત્ર ત્રણ થી 4 મૃતદેહોના કોરોના ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર દાહોદના મુક્તિધામ માં થતા લોકોમાં રાહતના સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!