
ફતેપુરા :- શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે શ્રેષ્સ હાઈસ્કૂલમાં તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો
પી.એસ.આઇ એલઆરડી અને ક્લાસ 3 નો તાલીમ વર્ગનો શુભારંભ થયો:સંતરામપુર મામલતદારશ્રીના વરદ હસ્તે શુભારંભ કરાયો..
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે આવેલ શ્રેયસ હાઈસ્કૂલમાં પી.એસ.આઇ એલ આર ડી અને ક્લાસ 3 નો તાલીમ વર્ગની શરૂઆત શુભારંભ કરવામાં આવેલું છે.
વિદ્યાર્થીઓ નોકરી માટે લેવાનારી પી.એસ.આઈ,એલ.આરડી અને ક્લાસ 3 ની પરીક્ષામાં પાસ થઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે એ માટે ના તાલીમાર્થી વર્ગનો શુભારંભ સંતરામપુરના મામલતદાર શ્રી ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું જેમાં શ્રેયસ હાઈસ્કૂલનાઆચાર્ય શ્રી લબાણ તાલીમાર્થી બહેનો 32 અને તાલીમાર્થી ભાઈઓ 31 મળી ફુલ 63 તાલીમાર્થી તાલીમાર્થીઓને વિનામૂલ્યે તાલીમ વિદ્વાનો દ્વારા આપવામાં આવશે