Thursday, 28/03/2024
Dark Mode

દે.બારિયા વનવિભાગની ટીમ દ્વારા મહુડાના લાકડા ભરેલ ટેમ્પો સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયો…

January 30, 2022
        821
દે.બારિયા વનવિભાગની ટીમ દ્વારા મહુડાના લાકડા ભરેલ ટેમ્પો સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયો…

દેવગઢબારિયા વનવિભાગની ટીમ દ્વારા મહુડાના લાકડા ભરેલ ટેમ્પો સહિત મુદ્દામાલ સાથે ઝડપાયો…

મહુડા લાકડાની કિમંત ૨૨.૫૦૦/- અને ૬૦૮ ટેમ્પાની કિ.૮૦.૦૦૦/- કુલ રૂા. ૧.૦૨.૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત

દાહોદ તા.31

દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામે દેવગઢબારિયા ફોરેસ્ટની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાકાબંદી કરતાં કાળીડુંગરી ગામેથી એક ટાટા કંપનીનો ૬૦૮ ટેમ્પો જેનો નંબર જી.જે.૦૭.યુ.૭૪૨૨ છે.જે કાળીડુંગરી થી ગોધરા તરફ જઈ રહ્યો હતો જેમાં અનામત વૃક્ષ મહુડો ભરેલો હતો તેના ડ્રાઇવર આરીફભાઈ ઉંમરભાઈ ચિંતામણ રહે. ગોધરા તેઓને રોકી પૂછપરછ કરવામાં આવતાં તેઓની પાસે પાસ પરમીટ માંગતા રજૂ કરી શકેલ ન હતા.જેથી નાયબ વન સંરક્ષણ દેવગઢબારિયાના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા તથા સાગટાળા ફોરેસ્ટ ટીમ દ્વારા સદરહુ ટ્રકને અટકમાં લઇ આર.એફ.ઓ. આર.એમ.પુરોહિત દેવગઢબારિયાની સૂચનાથી સાગારામા બીટગાર્ડ તેમજ રાઉન્ડ ફોરેસ્ટર દેવગઢબારિયા નાઓ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને સદરહુ ટ્રકમાં અંદાજીત મુદ્દામાલ રૂા. ૨૨.૫૦૦/- તથા ટ્રકની અંદાજિત કિંમત ૮૦.૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂા. ૧.૦૨.૫૦૦/- નો મુદ્દામાલ સહિત કબ્જે લઈ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે

 

*ઇરફાન મકરાણી દેવગઢબારિયા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!