
ફતેપુરા તાલુકાના જગોલા ગામેથી નાકાબંદી દરમિયાન મોટર સાઇકલ પર લઈને આવતા એક વ્યક્તિને 20 હજાર ઉપરાંતના વિદેશી દારૂ સાથે ઝડપાયો:અન્ય એક ફરાર..
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના જગોલા ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન મોટરસાઇકલ પર દારૂ લઈને આવતા એક વ્યક્તિને 20 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જયારે એક ઈસમ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.
વધુ મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના નવા તળાવ ખતેના રાજેવાસી સુભાસ સવજીભાઈ ગરાસિયા તેમજ દિનેશ ભીંડા ભાઈ પારગી બજાજ કંપનીની મોટર્સઈકલ પર વિદેશી દારૂનો જથ્થો ભરી જાગોલા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પોલીસે નાકાબંધી દરમિયાન તેઓને રોકતા દિનેશ ભૂંડા ભાઈ પારગી પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા જયારે પોલીસે સુભાષભાઈ સવજીભાઈ ગરાસિયા પાસેથી કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમની એક પેટી પ્રિન્સ દેશી મળહિરાણી એક પેટી તેમજ રોયલ સ્ટેજ ડીલક્ષ વહીશકીના પાંચ ક્વોટારીયા મળી કુલ 226 નંગ વિદેશી દારૂની બોટલો મળી 25 હજાર 920 રૂપિયા તેમજ મોટરસાઇકલ મળી 60 હાજરના મુદ્દામાલ સાથે ઝડપું જેલ ભેગો કર્યો હતો ત્યારે ફરાર થયેલા દિનેશ ભૂંડા પારગીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.