více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃતિઓ કરાઈ*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃતિઓ કરાઈ*

દાહોદ તા. ૧૮

ભારત સરકાર દેશના આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશકિતકરણ માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન લોન્ચ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારના વિવિઘ ૧૩ વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજયના ર૧ જિલ્લાઓના ૧૦૨ તાલુકાઓના ૪૨૬૫ ગામોના ૬૬, ૦૫, ૯૧૨ આદિજાતિ લોકોને લાભાન્વિત કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે ૧૫ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ દરમ્યાન સુધી વિવિધ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે.

જે અંતર્ગત દાહોદ જિલ્લામાં તાલુકા મુજબ તમામ આંગણવાડી કેન્દ્રમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં બાળકોના જન્મદિવસની ઉજવણી કરવી, નિમંત્રણ પત્રિકા, બુકે બનાવવા સહિત અંક પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

તેમજ આંગણવાડીની બહેનો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની દૈનિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. એ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ ના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોના વાલીઓને તેમજ અન્ય વાલીઓ, વડીલોને બાળકોના હાથે બનાવેલ આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી.

આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોમાંથી ૧૦૦% બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે તે અર્થે બાળકોના વાલીઓને સમજ આપવામાં આવી હતી. 

૦૦૦

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard