Tuesday, 08/07/2025
Dark Mode

દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસે DRDA કચેરીના તત્કાલીન ઇન્ચાર્જ ડેપ્યુટી DPC ની કરી ધરપકડ,4 દિવસના રિમાન્ડ મંજૂર.. વર્ક મેનેજર તરીકે DRDA માં ફરજાધીન આલમને લાયકાતથી 4ઉપર ડેપ્યુટી DPC નો ચાર્જ આપવામાં આવ્યો હતો.

June 19, 2025
        1376
દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસે DRDA કચેરીના તત્કાલીન ઇન્ચાર્જ ડેપ્યુટી DPC ની કરી ધરપકડ,4 દિવસના રિમાન્ડ મંજૂર..  વર્ક મેનેજર તરીકે DRDA માં ફરજાધીન આલમને લાયકાતથી 4ઉપર ડેપ્યુટી DPC નો ચાર્જ આપવામાં આવ્યો હતો.

#DahodLive#

દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસે DRDA કચેરીના તત્કાલીન ઇન્ચાર્જ ડેપ્યુટી DPC ની કરી ધરપકડ,4 દિવસના રિમાન્ડ મંજૂર..

વર્ક મેનેજર તરીકે DRDA માં ફરજાધીન આલમને લાયકાતથી 4ઉપર ડેપ્યુટી DPC નો ચાર્જ આપવામાં આવ્યો હતો.

દાહોદ તા.17

દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે DRDA કચેરીના કરાર આધારિત સરકારી કર્મચારીની ધરપકડ કરી હતી . અને કોર્ટમાં રજુ કરી 14 દિવસની રિમાન્ડ માંગણી કરતા કોર્ટે ઉપરોક્ત ધરપકડ કરાયેલા સરકારી કર્મચારીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલો સરકારી કર્મચારી ડીઆરડીએ કચેરીમાં વર્ક મેનેજર તરીકે પોર્ટફોલિયો હોવા છતાંય તેને લાયકાત વગર ઇન્ચાર્જ ડેપ્યુટી ડીપીસી તરીકે કચેરીમાં કામ કરી રહ્યો હતો. જોકે પોલીસ હવે આ સરકારી કર્મચારીની ધરપકડ બાદ મનરેગા કૌભાંડમા તેની ભૂમિકા અંગે રજેરજની માહિતી એકત્રીત કરશે..

દાહોદ સહિત ગુજરાતભરમાં ભૂકંપ સર્જનાર મનરેગા કૌભાંડ જેમાં 2021 થી 2024 વચ્ચે દેવગઢ બારીયાના કુવા રેઢાણા તેમજ ધાનપુરના સીમામોઈ ગામોમાં કાગળ ઉપર મનરેગાનો કામો પૂર્ણ બતાવી લાયકાત વગર એટલે કે બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને 71 કરોડના ચૂકવણા કરી સરકાર જોડે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે ગુનો દાખલ કરી આ કેસમાં અગાઉ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના TDO તેમજ બંને તાલુકામાં મનરેગા શાખામાં ફરજ બજાવતા કુલ 11 સરકારી કર્મચારી તેમજ બંને મંત્રી પુત્ર સહિત ચાર પ્રોપરાઇટરોની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં પકડાયેલા સરકારી કર્મચારીઓ અને એજન્સીઓ પાસેથી મળેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસના અંતે દાહોદમાં ગ્રામ વિકાસ એજન્સી DRDA કચેરીમાં અત્યારે તત્કાલીન ડેપ્યુટી ડીપીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર SBM શાખામાં ફરજ બજાવતા આમિદ અલી આલમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે સંદર્ભે કોર્ટે પકડાયેલા હમીદ અલી આલમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

*વર્ક મેનેજર તરીકે DRDA માં ફરજાધીન આલમને ડેપ્યુટી DPC નો ચાર્જ આપવામાં આવ્યો..*

ડીઆરડીએ કચેરીમાં પદસ્થ અને મનરેગા કૌભાંડમાં પકડાયેલા હમીદઅલી આલમ આમ 11 મહિનાના કરાર આધારિત વર્ક મેનેજર તરીકે પોસ્ટેડ હતો.પરંતુ ડીઆરડીએ કચેરી દ્વારા તેની લાયકાતથી ઉપર આશ્ચર્યજનક રીતે ડેપ્યુટી ડીપીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો. તરીકે વિભાગ આપી દેવામાં આવ્યો હતો. જેના પગલે તેને તેની મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારને રોકવાના બદલે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ સરકાર જોડે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. થોડાક સમય અગાઉ ઉપરોક્ત પકડાયેલા હમીદ અલી આલમનો વિરોધ થતાં ડીઆરડીએ કચેરી દ્વારા તેને ડીપીસીમાંથી હટાવી તેને તેરી મૂળ જગ્યા વર્ક મેનેજર તરીકે પરત મોકલી દીધો હતો. અને હાલ સ્વચ્છ ભારત મિશનમાં તે ફરજાધીન હતો.

*જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખામીદ અલી આલમ નો વિરોધ થતાં તેને કાઢી મૂકવામા આવ્યો હતો.*

ડીઆરડી કચેરીમાં કાર્યરત અને હાલ મનરેગા કૌભાંડમાં પકડાયેલો હમીદઅલી આલમ પહેલેથી જ વિવાદમાં રહ્યો હતો અગાઉ ગયા વર્ષે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હમીદઅલી આલમનો બધા તરફે વિરોધ કરવામાં આવ્યો હતો આ સામાન્ય સભામાં હમીદ અલી આલમ તેમજ ડીઆરડીએ નિયામક બંને ગેરહાજર રહ્યા હતા આ વિરોધના પગલે તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. અને તેની મૂળ જગ્યાએ ભરત મોકલી દેવામાં આવ્યો હતો.

*બંને મંત્રી પુત્રોની જામીન અરજીની સુનવણી 19મી એ*

અગાઉ 71 કરોડના મનરેગા કૌભાંડમાં જામીનમુક્ત થયેલા બંને મંત્રી પુત્રો કિરણ અને બળવંત ખાબડ શહીદ બંને ભાઈઓની ભાણપુર અને લવારીયા ગામે થયેલા મનરેગા કૌભાંડમાં ધરપકડ કરતા હાલ તેઓ જેલવાસો ભોગવી રહ્યા છે. ગઈકાલે તેઓએ દાહોદની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેની સુનવણી ગઈકાલે ન થતાં હવે અગામી સુનવણી 19 મી એ રાખવામાં આવી છે.

 *ધાનપુર દેવગઢ બારીયાના એકાઉન્ટ આસિસ્ટન્ટની જામીન કોર્ટે નામંજૂર કરી.*

દેવગઢ બારીયા તેમજ ધાનપુરના મનરેગા શાખાના એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણની અગાઉ 71 કરોડના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેમને જામીન આપતા પોલીસે ભાણપુર અને લવરીયા ના મનરેગા કૌભાંડમાં પુનઃ બંનેની ધરપકડ કરી હતી. જે બાદ તેઓ હાલ જેલમાં બંધ છે. ઉપરોક્ત બંનેએ દાહોદ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે અરજી સંદર્ભે કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી છે.

*ડેપ્યુટી DDO રસિક રાઠવા ની જામીન અરજી પર સુનવણી પૂર્ણ ચુકાદો અનામત.*

મનરેગા કૌભાંડમાં તત્કાલીન ધાનપુરના ટીડીઓ અને હાલ ધરપકડ પહેલા જિલ્લા પંચાયતમાં મહેસુલ શાખામાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજાધીન રસિક રાઠવાની પોલીસે અગાઉ 71 કરોડના કૌભાંડમાં ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેમને જામીન આપતા પોલીસે ફરી ભાણપુરના કૌભાંડમાં તેમની ધરપકડ કરી હતી. તેઓએ પણ દાહોદની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેની સુનવણી પૂર્ણ થઈ છે પરંતુ કોર્ટે ચુકાદો હાલ અનામત રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!