
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી સેવા સદન અને તાલુકામાં પ્રિસાઇડિંગ ઓફિસરોની મીટીંગ યોજાઈ..
ચૂંટણીની તાલીમમાં કેટલાક શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું..
સંજેલી તા.13
સંજેલી સેવાસદન ખાતે શિક્ષકો અને શિક્ષિકાઓ મળી 120 જેટલા શિક્ષકોની ચૂંટણીને અનુલક્ષીને લઈ તાલીમ યોજાઈ જેમાં ચા પાણી ની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.
સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય ઉમેદવારી પત્રો ભરી ઉમેદવારી નોંધાવીયા બાદ સંજેલી તાલુકા સેવા સદન સહિત તાલુકામાં અલગ અલગ બંને જગ્યા ઉપર ચૂંટણીને લઇ બોર્ડ પર માર્ગદર્શન અને સુચના આપવામાં આવી જેમાં શિક્ષિકાઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરંતુ હાલ આકરી ગરમીમાં શિક્ષકો સવારથી તાલુકામાં મીટીંગ યોજવામાં આવી પરંતુ પ્રાથમિક સુવિધાનો અભાવ પણ જોવા મળ્યો હતો.સંજેલી તાલુકા સેવા સદનમાં એક પણ ટીપુ પાણી ન હોવાનું સામે આવ્યું. હતું. આ તાલીમમાં શિક્ષકો બેસી રહ્યા છતાં ચા તો એક બાજુ પણ પાણીની પણ સુવિધા ન મળી હોવાની ચારેકોર ચર્ચા ચર્ચા ઉઠવા પામી છે. જોકે સંજેલી વહીવટી તંત્ર દ્વારા પાણી અને ચા નાસ્તાની વ્યવસ્થા ન હોવાની બૂમો ઉઠવાપામી શું આ મીટીંગમાં તંત્રને ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી કે કેમ?જો ગ્રાન્ટની જોગવાઈ હોય તો સુવિધા નો કેમ અભાવ? કેટલાક શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા?
મામલતદાર કચેરી ખાતે સુવિધા અને વ્યવસ્થા ને લઈ એડવાન્સમાં ગ્રાન્ટ ફળવાથી હોય છે કે કેમ? તેવા પ્રશ્નો હવે ઉદ્ભવવા પામ્યા છે.