Saturday, 21/06/2025
Dark Mode

71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન રદ કરવા રિવિઝન અરજી પર શેસન્સ કોર્ટમાં ધમાકેદાર દલીલ,ચુકાદો મુલત્વી મનરેગા કૌભાંડમાં કિરણ અને બળવંત ખાબડની સીધી સંડોવણીના પોલીસના દાવા, 

June 9, 2025
        3905
71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન રદ કરવા રિવિઝન અરજી પર શેસન્સ કોર્ટમાં ધમાકેદાર દલીલ,ચુકાદો મુલત્વી  મનરેગા કૌભાંડમાં કિરણ અને બળવંત ખાબડની સીધી સંડોવણીના પોલીસના દાવા, 

#DahodLive#

71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન રદ કરવા રિવિઝન અરજી પર શેસન્સ કોર્ટમાં ધમાકેદાર દલીલ,ચુકાદો મુલત્વી

મનરેગા કૌભાંડમાં કિરણ અને બળવંત ખાબડની સીધી સંડોવણીના પોલીસના દાવા, 

બળવંતના મોબાઈલમાંથી મળેલા પાસવર્ડ અને ચેટિંગના આધારે સરકારી નાણાંની ઊંચાપાતનો ખુલાસો,12 જૂને ચુકાદો અથવા વધુ સુનાવણીની સંભાવના.

દાહોદ તા.09

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના ગામોમાં બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોના જામીન રદ કરવા માટે થયેલી રિવિઝન અરજીની આજે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી.જેમાં સરકારી વકીલે આજે કરેલી લંબાણપૂર્વક દલીલોમાં ચોકાવનારી હકીકતો બહાર આવવા પામી હતી..

71 કરોડના આ કથિત કૌભાંડમાં મંત્રીપુત્ર કિરણ ખાબડ દ્વારા શ્રી રાજ ટ્રેડર્સ નામક એજન્સીના નામે દેવગઢ બારીયાના લવારિયા કુવા, રેઢાણા તેમજ ધાનપુરના સીમામોઇ ગામે કૌભાંડ આચાર્ય હતો.જેમાં લવારીયામાં 21 કામો કાગળ ઉપર બતાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું હતું.તો મોટા પુત્ર બળવંત ખાબડે પણ શ્રી રાજ કન્ટ્રક્શન કુ.પેપરો મારફતે રેઢાણા,કુવા,તેમજ ધાનપુરના ભાણપુર તેમજ સીમામોઇમાં કૌભાંડ આચાર્ય હતું. ભાણપુરમાં 11 કામો કાગળ પર બતાવી આશરે ૩૩ લાખનું કૌભાંડ આચાર્ય હોવાનો બહાર આવવા પામ્યું હતું.જ્યારે ફુવા અને રેઢાણામાં નવ કરોડ રૂપિયાના કામો કર્યા હતા. જેમાં ગેરરીતિ સામે આવી છે.

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી મૂકનાર મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ માત્ર એજન્સી ધરાવતા હોવાનું જણાવી એટલે અત્રેની નીચલી અદાલત તેઓના જામીન મંજૂર થવા પામ્યા હતા.પરંતુ દાહોદ પોલીસે આ કથિત કૌભાંડમાં બંને મંત્રી પુત્રોની ભૂમિકા અને પુરાવા રજુ કરવા માટેની અરજી કરી અને ઉપલી અદાલતમાં જામીન રદ કરવા રિવિઝન અરજી દાખલ કરી હતી. નીચલી કોર્ટે અરજી ખરીજ કરી હતી અને બંને પુત્રોના જામીન થવા પામ્યા હતા.જોકે બંને પુત્ર જામીન પર છૂટ્યા અને તુરંત જ પોલીસે અન્ય ગુનામાં તેમની ધરપકડ કરી દીધી હતી તો સેશન્સ કોર્ટે રિવિઝન અરજી અંગે આજરોજ 9 તારીખે સુનાવણી રાખી આજરોજ પોલીસ તરફે સરકારી વકીલે જામીન રદ કેમ કરવા અને બંને મંત્રી પુત્રોનો રોલ કૌભાંડમાં કઈ રીતે છે તે દર્શાવી લંબાણપૂર્વકની દલીલો કરી હતી એટલું જ નહીં સરકારી નાણાંની ઊંચાપાતમાં તેઓની સંડોવણી સીધે સીધી હોવાની દલીલ આજે સરકારી વકીલે કરી હતી.જેમાં ખુલ્લી કોર્ટમાં સરકારી વકીલ એ કરેલી દલીલોમાં જણાવ્યું હતું કે મંત્રીપુત્ર બળવંતભાઈના મોબાઇલની ચેટિંગ જોતા તેમજ તેના મોબાઇલમાં અનેક વાંધાજનક પોસ્ટ થયેલી અને જાણકારી મળતી બાબતો પોલીસને હાથ લાગી છે.તો સૌથી વધુ ચૂકાવનારી બાબતે છે કે આ સમગ્ર બાબતમાં જે કાર્ય સરકારી અધિકારીને હાથે હોય છે અને જે સંપૂર્ણ ખાનગી રાખવાનું હોય છે તેઓ પેમેન્ટ ઉઠાવવાનો આખરી નોંધમાં કોમ્પ્યુટરમાં દર્શાવાતા પાસવર્ડ અને કીવર્ડ કે જે સંપૂર્ણ સરકારી રહે સરકારી રીતે અને ખાનગીમાં ઉપયોગ કરવાનો હોય છે.તે પાસવર્ડ અને કી બળવંતભાઈના મોબાઈલથી મળી આવેલ છે જે પુરવાર કરે છે કે બળવંતભાઈ સીધેસીધા આ કૌભાંડમાં સામેલ છે આમ પોલીસે અને પુરાવાઓ આજે કોડ સમક્ષ રજૂ કર્યા હતા ત્યારે આવનારા દિવસોમાં આ ચકચારી કૌભાંડ કઈ દિશામાં જશે તે હાલ કેવું મુશ્કેલ લાગી રહ્યું છે

*71 કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન અરજી સામેની સુનવણી પૂર્ણ ચુકાદો મુલત્વી..*

71 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોના જામીન રદ કરવા માટેની રિવિઝન અરજી ની આજે સુનવણી થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રિવિઝન અરજી સંબંધે કોર્ટ તારીખ પાંચમી એ સુનવણી હાથ ધરી હતી અને ચુકાદો અનામત રાખી વધુ સુનાવણી માટે આજરોજ તારીખ 9 આપી હતી અને આજરોજ શેસન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે અને પુરાવો રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી. કોર્ટે આજે પણ ચુકાદો અનામત રાખી દીધો છે જોકે આગામી ૧૨ તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે તેવું લાગી રહ્યું છે અથવા સંભવિત ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!