
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાને ગેઇલ કંપની તરફથી મળેલ એમ્બયુલન્સ ને લીલી ઝંડી આપી શરૂઆત કરાવતા કલેકટર શ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૧૦
દાહોદ જિલ્લાને ગેઇલ કંપની તરફથી મળેલ એમ્બયુલન્સને કલેકટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી.
આ એમ્બ્યુલન્સ દાહોદ જિલ્લાના ફાળવેલ રોજના ૩ ગામોમાં જઈને સેવા આપશે. એમ્બયુલન્સ ની અંદર કોઈપણ દર્દી ને પ્રાથમિક સારવાર આપી શકાય એ માટેની સુવિધાઓ અવેલેબલ હશે. જેમાં એસી સહિત જરૂરી સાધન સામગ્રી પણ ઉપલબ્ધ હશે.
આ એમ્બયુલન્સનો ઉપયોગ દાહોદ જિલ્લાના નાગરિકો આરોગ્ય ને લગતી ઇમરજન્સી સેવા માટે કરી શકશે. જેમાં નક્કી કરેલ આરોગ્ય ટીમ – નર્સ પણ હશે જેથી કરીને જે-તે દર્દીને હોસ્પિટલ લઇ જવા થી લઈને પ્રાથમિક સારવાર પણ મળી શકશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત, દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવે, ગેઇલ કંપનીના અધિકારીશ્રીઓ, એમ્બ્યુલન્સની ટીમ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000