
સિંગવડમાં પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા ના છેલ્લા દિવસે ઉમેદવારોનો ઘસારો…
સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયતો અને એક પેટા સરપંચ ની ચૂંટણીમાં ડમી ફોર્મ સાથે કુલ 86 ફોર્મ ભરાયા હતા ..
સિંગવડ તા. ૯
સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયત એક સરપંચની પેટા ચૂંટણી માટે આજરોજ 9 6 25 ના ત્રણ વાગ્યા સુધીમાં સરપંચના ડમી ફોર્મ સાથે 86 ફોર્મ ભરવામાં આવ્યા જેમાં હીરાપુર માંથી 6 મછેલાઈ 5 જામદરા 4 હુંમડપુર 4 પહાડ 6 મંડેર 4 જાલિયાપાડા 4 પીપળીયા 7 ધામણબારી 6 આરોડા 6 છાપરવડ 8 રણધીપુર 4 ખુટા 5 ભીલ પાણીયા 6 વણઝારીયા 4 કટારાની પાલ્લી 4 અને તોયણી 6 વગેરે ગામોમાં ડમી ફોર્મ સાથે સરપંચોને ઉમેદવારો દ્વારા ઢોલ નગારા સાથે ડી.જે.ના તાલે ગામ લોકો સાથે સિંગવડની મામલતદાર ઓફિસ તથા સિંગવડ તાલુકા પંચાયત ખાતે ખૂબ ઉત્સાહથી ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે 11 6 2025 ના રોજ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કેટલા સરપંચના ઉમેદવાર ઉમેદવારી પત્રો પર જ ખેંચશે તેના પછી દરેક ગામમાં સ્પષ્ટ ચિત્ર દેખાઈ જશે કે કયા ગામમાં કેટલા ઉમેદવાર છે અને કઈ રીતના સરપંચ ચૂંટણી લડવાના છે તે ઉમેદવાર નક્કી કર્યા કરી જ જ્યારે સિંગવડ તાલુકામાં ત્રણ વર્ષથી વહીવટદારના શાસન પછી ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ગામના લોકો પણ સારો ઉમેદવાર નક્કી કરે અને ગામનું કામ કરે એવાને જીતાડીને લાવવાની કોશિશ કરશે તેમ લાગી રહ્યું છે.