Saturday, 21/06/2025
Dark Mode

*ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ!*        *ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ કચેરીના પહેલા માળે તાલુકાના કિંમતી ડોક્યુમેન્ટ ખુલ્લી ગેલેરીમાં મૂકી નાશ કરવા મજબૂર કેમ બન્યા?*

June 9, 2025
        2344
*ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ!*         *ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ કચેરીના પહેલા માળે તાલુકાના કિંમતી ડોક્યુમેન્ટ ખુલ્લી ગેલેરીમાં મૂકી નાશ કરવા મજબૂર કેમ બન્યા?*

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ!*

*ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ કચેરીના પહેલા માળે તાલુકાના કિંમતી ડોક્યુમેન્ટ ખુલ્લી ગેલેરીમાં મૂકી નાશ કરવા મજબૂર કેમ બન્યા?*

સુખસર,તા.9

*ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ!*        *ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ કચેરીના પહેલા માળે તાલુકાના કિંમતી ડોક્યુમેન્ટ ખુલ્લી ગેલેરીમાં મૂકી નાશ કરવા મજબૂર કેમ બન્યા?*

 દાહોદ જિલ્લામાં અવાર-નવાર વિવિધ વિવાદો વચ્ચે અગ્રસ્થાને રહી સબ સલામત હૈ ની સ્થિતિમાં સ્થાન મેળવી લેતી કચેરી એટલે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી!ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં અગાઉ લાખો-કરોડો રૂપિયાના કૌભાંડો આચરાયા હોવા બાબતે ચર્ચાઓ એ વેગ પકડ્યો હતો. અને ગેરરીતિ આચરનાર તત્વો ને છાવરવાના ઈરાદાથી તાલુકાના કસુર વાર જવાબદાર અધિકારીઓ સામે બદલી સિવાય દાખલો બેસી શકે તેવી કોઈ શિક્ષા થઈ હોય તેવું ધ્યાનમાં નથી.તાલુકા પંચાયતના જવાબદારોના મેળાપીપણાથી તકવાદી તત્વો દ્વારા પ્રજાના નાણાનો દૂર ઉપયોગ થાય છે તે જગ જાહેર બાબત છે.અને ગેરરીતિ આચરવા માટે જે ડોક્યુમેન્ટ તૈયાર થાય છે તે ડોક્યુમેન્ટનો નાશ કરવા તાલુકા તંત્રના જવાબદારો પણ કામે લાગતા હોવાનું તાલુકાની ખુલ્લી ગેલેરીમાં પડેલા કચરાપેટીના કાગળો ની જેમ કિંમતી ડોક્યુમેન્ટની દશા જોતા જણાઈ આવે છે.

      આજરોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની પ્રત્યક્ષ મુલાકાત દરમ્યાન તાલુકા પંચાયત કચેરીની નિષ્કાળજીના કારણે કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી. જે ક્ષતિઓ પૈકી ખાસ કરીને તાલુકા પંચાયતના પહેલા માળે આવેલ ખુલ્લી ગેલેરીમાં તાલુકા પંચાયતના કિંમતી ડોક્યુમેન્ટના પોટલા તથા છુટા કાગળો કચરાપેટીની જેમ નાખેલા નજરે પડ્યા હતા.અને જ્યાં આ પોટલાઓ રાખ્યા હતા તેની બાજુમાં ખૂણામાં થુકદાની બનાવેલ હોય તેમ પાન મસાલાની પિચકારીઓ થી પોટલાઓનો રંગ લાલ થઈ ગયેલ હોવાનું નજરે જોતા જણાઈ આવ્યું હતું.ત્યારે પ્રશ્ન એ થાય કે જે ડોક્યુમેન્ટ તાલુકા પંચાયત કચેરીના ઉપયોગમાં લેવાયેલા હોય તે ડોક્યુમેન્ટની ક્યારેક જરૂરત પડે ત્યારે તાલુકાના જવાબદારો તેવા ડોક્યુમેન્ટ ક્યાંથી લાવશે?તે એક પ્રશ્ન છે.જોકે ફતેપુરા તાલુકામાં લાખો કરોડો રૂપિયાની ગેરરિતી આચરવામાં આવે છે.અને આ નાશ કરવાના ઇરાદે ખુલ્લી ગેલેરીમાં નાખી મૂકવામાં આવેલ દસ્તાવેજો નાશ પામશે ત્યારે કદાચ કોઈ ખાસ તપાસ કરાય ત્યારે ખોટા ડોક્યુમેન્ટથી ગેરરીતી આચરનાર બચી જશે.પરંતુ તાલુકાના જવાબદાર અધિકારીઓ શું જવાબ આપશે?તે પણ એક પ્રશ્ન છે.

       કદાચ સરકારી કચેરીમાં વપરાયેલ ડોક્યુમેન્ટની એક્સપાયરી ડેટ આવતી હોય તો જેમ પોલીસ દ્વારા પકડવામાં આવેલ દારૂનો જાહેરમાં નાશ કરવામાં આવે છે તેમ જાહેરમાં નાશ કરવો જોઈએ.જોકે આ ખુલ્લી ગેલેરીમાં તાલુકા પંચાયત કચેરીમાં વપરાયેલા ડોક્યુમેન્ટ રાખવામાં આવે છે ત્યાં અંદરથી તાળું મારી કોઈ બાહ્ય વ્યક્તિને જાણ ના થાય તેનુ તાલુકા તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખતું હોવાનું પણ જોવા મળ્યું હતું.પરંતુ આજ રોજ ગ્રામ પંચાયત ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય આ તાળું ખોલતા અમારા પ્રતિનિધિની નજરે પ્રત્યક્ષ જોતા તાલુકામાં વપરાયેલા ડોક્યુમેન્ટની આવ દશા જોવા મળી હતી.જોકે હાલ આવનાર સમયમાં વરસાદી દિવસો આવી રહ્યા છે ત્યારે આ ડોક્યુમેન્ટ વરસાદી પાણીથી ધોવાઇ આપોઆપ નાશ પામશે.ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે તથા આ ડોક્યુમેન્ટ કઈ કચેરીના જવાબદાર અધિકારીની બેદરકારીથી નાશ કરવા માટે રાખવામાં આવ્યા છે?તેની તપાસ કરવામાં આવે તથા જે-તે જવાબદાર સામે ખાતાકીય પગલા ભરી કચરાપેટીની જેમ રાખી મુકેલા ડોક્યુમેન્ટ કચેરીમાં વ્યવસ્થિત જગ્યાએ સાચવણી અર્થે રાખવામાં આવે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!