
રાજેશ વસાવે :- દાહોદ
*રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યએ દાહોદ જિલ્લાના વિશ્વકર્મા માધ્યમિક શાળા નગરાળા ખાતે ” એક પેડ મા કે નામ અભિયાન” અંતર્ગત કરાયું વૃક્ષારોપણ*
દાહોદ તા. ૬
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હવે જન આંદોલન બની ગયું છે, લોકો વૃક્ષારોપણ કરીને પોતાની માતા અને ધરતીને માન આપતા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના નગરાળા ગામમાં આવેલ વિશ્વકર્મા માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્ય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એ સાથે આયોગની ટીમ દ્વારા પણ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે. જે ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન અગ્રણી શ્રી અભિષેકભાઈ મેડા, વિશ્વકર્મા માધ્યમિક શાળા નગરાળાના સંસ્થાના પ્રમુખશ્રી, સંસ્થાના સભ્ય, આર.એફ.ઓ સહિત સામાજીક વનીકરણ વિભાગ ટીમ, ગામના સરપંચ, ઉપ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦