Saturday, 21/06/2025
Dark Mode

*ફ્રાન્સમાં યોજાયેલ ૭૮ મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ માં દાહોદના અભિનેતા વિકાસ વર્મા ઉપસ્થિત રહ્યા* *દાહોદ જિલ્લાનું ફિલ્મ ક્ષેત્રે ગૌરવ વધારતા વિકાસ વર્મા

June 6, 2025
        994
*ફ્રાન્સમાં યોજાયેલ ૭૮ મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ માં દાહોદના અભિનેતા વિકાસ વર્મા ઉપસ્થિત રહ્યા*  *દાહોદ જિલ્લાનું ફિલ્મ ક્ષેત્રે ગૌરવ વધારતા વિકાસ વર્મા

રાજેશ વસાવે :- દાહોદ 

*ફ્રાન્સમાં યોજાયેલ ૭૮ મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ માં દાહોદના અભિનેતા વિકાસ વર્મા ઉપસ્થિત રહ્યા*

*દાહોદ જિલ્લાનું ફિલ્મ ક્ષેત્રે ગૌરવ વધારતા વિકાસ વર્મા*

દાહોદ તા. ૬*ફ્રાન્સમાં યોજાયેલ ૭૮ મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ માં દાહોદના અભિનેતા વિકાસ વર્મા ઉપસ્થિત રહ્યા* *દાહોદ જિલ્લાનું ફિલ્મ ક્ષેત્રે ગૌરવ વધારતા વિકાસ વર્મા

ફ્રાન્સમાં ૭૮ મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દુનિયા ના ફિલ્મ સ્ટાર સાથે ભવ્યતાથી ઉજવાયો હતો. જેમાં દુનિયાભરના પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદનું નામ પણ ફિલ્મ ક્ષેત્રે ગર્વથી ઊંચું કરનાર વિકાસ વર્મા કે જેઓ મૂળ દાહોદના જ વતની – રહેવાસી છે, તેઓએ અનેક હિન્દી અને ગુજરાતી સિરિયલ તેમજ ફિલ્મમાં કામ કર્યું છે. એમની ગુજરાતી શોર્ટ ફિલ્મ માવતરને કુલ ૩૫ જેટલા એવોર્ડ મળ્યા છે, જે દાહોદ માટે ગૌરવની વાત છે.

આ વર્ષે ફ્રાન્સમાં યોજાયેલ કાન્સ ફેસ્ટિવલમાં પણ વિકાસ વર્માને નિમંત્રણ મળતાં આપણા દાહોદ જિલ્લાનું ગૌરવમાં વધારો થયો છે. આ કાન્સ ફેસ્ટિવલ દરમ્યાન CINTAA ના એકઝ્યુટીવ કમિટી મેમ્બર અને અભિનેતા વિકાસ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, માર્ચ-૨૦૨૫ માં મુંબઈ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ વખતે ” માવતર ” ગુજરાતી શોર્ટ ફિલ્મકે જે, દાહોદના વિકાસ વર્મા કૃત હતી, તેને કુલ ૬ એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ સ્ટોરી, બેસ્ટ સ્ક્રીન પ્લે, બેસ્ટ એક્ટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ઓફ ધ યર એમ મળી કુલ ૬ એવોર્ડ મળ્યા છે. 

એ સાથે “માવતર” ને કન્યાકુમારી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૩ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. બાંગ્લાદેશ ક્રાઉન ઇન્ટર નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં પણ તેમની “માવતર” ને ૬ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે અને બીજા અન્ય ફિલ્મ ફેસ્ટિવલ માં પણ એવોર્ડ્સ મળ્યા હતા એમ મળી કુલ ૩૫ જેટલા એવોર્ડ્સ તેઓને મળ્યા છે.

વિકાસ વર્મા હાલ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ગણાતી એક્ટર એસોશિએસન CINTAA માં કમિટીના બોર્ડ ઓફ મેમ્બર તરીકે ગુજરાત તરફથી લીડ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ફ્રાન્સમાં યોજવામાં આવેલ કાન્સ ફેસ્ટિવલમાં વિકાસ વર્માનું ઉપસ્થિત રહેવું એ દાહોદ માટે નાનીસુની વાત નથી જ.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!