
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં અક્ષય તૃતિયા “આખાત્રીજ”ના દિવસે દાહોદ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહિતની ટીમે બાળ લગ્ન થતાં અટકાવ્યા
બાળ સુરક્ષા એકમની ટીમે આખાત્રીજ ટાણે જિલ્લામાં કુલ 57 લગ્ન સ્થળોની મુલાકાત લીધી હતી : જેમાં એક બાળ લગ્ન થતાં અટકાવ્યા
કોરોના ગાઇડ લાઇનને ધ્યાને લઇ 42 જેટલાં લગ્ન મોકૂફ રાખ્યા
દાહોદ તા.14
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને પોલીસ વિભાગના સહયોગ અને સંકલનથી દાહોદ જિલ્લામાં આજરોજ અખાત્રીજના દિવસે બાળ લગ્ન અટકાવવા અંગે જુદા જુદા તાલુકાઓમાં જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીના નેતૃત્વમાં
જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓની ટીમ બનાવી જુદા-જુદા તાલુકાઓમાં કુલ ૫૭ લગ્ન સ્થળોની મુલાકાત લીધેલ જેમાં ૧૪ લગ્ન કાયદેસરની ઉંમરની પાત્રતા ધરાવતા હોવાથી અને કોરોનાની ગાઈડલાઈન મુજબ લગ્ન થયેલ હતા.અને એક લગ્ન ફતેપુરા તાલુકાના બલૈયા ગામમાં તપાસ દરમ્યાન નટુભાઈ કાળુભાઇ હરીજનના સુપુત્ર સગીરવયના છે તેમજ બાળ લગ્ન થતા હોવાની ખબર પડતા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી આર.પી. ખાંટ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.કે. તાવિયાડ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક કાયદા વિશે ની સમજ આપી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. તેમજ બાકીના ૪૨ લગ્નો કોરોનાની મહામારી તેમજ સામાજિક કારણોસર રદ થયેલ હોય તેવી તપાસ દરમિયાન માહિતી જાણવા મળેલ હતા.