
સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ જાહેરનામું બહાર…
સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયત તથા એક ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચૂંટણી તથા અમુક પંચાયતોની સભ્યની વોર્ડ ની પેટા ચૂંટણી યોજવા માટે નુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સિંગવડ તા. ૩
સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયત તથા એક ગ્રામ પંચાયત રંધીપુરમાં સરપંચની પેટા ચૂંટણી તથા અમુક ગ્રામ પંચાયતોમાં સભ્યોની બોર્ડની પેટા ચૂંટણી યોજવા માટે આજરોજ 2 6 2025 ના રોજ સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં કટારાની પાલ્લી ખાતે અનુસૂચિત આદિજાતિ ખુટા ખાતે સામાન્ય સ્ત્રી ભીલપાણીયા ખાતે અનુસૂચિત આદિજાતિ તોયણી ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વણઝારીયા ખાતે સામાન્ય. હીરાપુર ખાતે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી. મછેલાઈ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી. જામદરા ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ. હુમડપુર ખાતે સામાન્ય. પહાડ ખાતે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી. જાલીયાપાડા ખાતે અનુસૂચિત આદિજાતિ. પીપળીયા (ર) ખાતે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી. ધામણબારી ખાતે અનુસૂચિત આદિજાતિ આરોડા ખાતે અનુસૂચિત આદિજાતિ છાપરવડ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને રણધીપુર પેટા ચૂંટણીમાં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે અમુક પંચાયતો ના સભ્યોના વોર્ડની પણ પેટા ચૂંટણી યોજવામાં આવવાની હોય તેનુ જાહેરનામું સરકારી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું