
રાજેન્દ્ર શર્મા :- દાહોદ
દાહોદમાં કોરોના વિસ્ફોટ ફ્રન્ટ લાઈન વર્કસ સહિત જિલ્લામાં રેકોર્ડ ૬૨ નવા દર્દીઓનો વધારો
ચાકલીયા પોલીસ કોન્સ્ટેબલ 1 સંજેલી પોલીસ મથક ના 3 પોલીસ માણસો કોરોના સંક્રમિત થયા
કોરાનાની ત્રીજી લહેરમા કોરાના ફ્રન્ટ લાઇનના કોરોના વોરયઁસ ઝપેટમા આવતા પોલીસ વિભાગમાં ચિતા વધી
દાહોદ જિલ્લામાં બે તાલુકાઓને બાદ કરતાં સાત તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓ વધ્યા
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળતા દાહોદ શહેર થઈ જિલ્લાવાસીઓમાં ફફડાટની માહોલ જોવા મળ્યો હતો.આજે કોરોનાના નવા રેકોર્ડ 62 કેસો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ ને લઇ આરોગ્ય તેમજ વહીવટી તંત્રની કામગીરીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જોકે વિતેલા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિત લોકોમાં ફ્રન્ટલાઈન વોરરિર્સ ગણાતા પોલીસ અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 7 જેટલાં પોલીસ કર્મીઓ પણ કોરોના સંક્રમણના ભરડામાં જકડાઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે.
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે રફ્તાર પકડી રહ્યું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ એ કાળો કેર વર્તાવ્યો છે. ત્રીજી લહેરમાં દાહોદ શહેર થઈ જિલ્લામાં કોરોના સંક્રમણ ભયાનક રીતે ફેલાઇ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે આરટીપીસીઆરના 2154 તેમજ રેપીડ ના 1085 સેમ્પલો એકત્ર કરી પરીક્ષણ માટે મોકલ્યા હતા. જેમાંથી આરટીપીસીઆરમાં 15 તેમજ રેપિડ ટેસ્ટમાં ૪૭ જેટલા મળી કુલ ૬૨ રેકોર્ડ બ્રેક કેસો નોંધાતા ચકચાર મચી જવા પામી છે આજરોજ નોંધાયેલા કોરોના સંક્રમણ ના દર્દીઓમાં સૌથી વધારે દાહોદ શહેરમાંથી 15 જ્યારે દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૬, ઝાલોદ અર્બન વિસ્તારમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૯, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૨, લીમખેડામાંથી ૦૫, સીંગવડમાંથી ૦૧, ધાનપુરમાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૭ કેસો કોરોના પોઝીટીવ આવ્યાં છે. આજે વધુ ૨૩ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે ૨૫૫ એક્ટીવ કેસોના દર્દીઓ હાલ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૫૫૨ને પાર થઈ ગયો છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત જાહેર થયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં વધી રહેલા કોરોનાના વ્યાપને ઘટાડવા આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર કોવીડની ગાઈડલાઈન કડક રીતે પાલન કરાવે તોkotona કેસોમાં મહદઅંશે ઘટાડો જોવા મળશે તેમાં કોઈ બે મત નથી