
લિમડી પોલીસે ઈ-ગુજકોપ પોકેટના માધ્યમથી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો
દાહોદ તા.૧૮
ઝાલોદ તાલુકાના લીમડી અને બજારમાંથી પોલીસે ચોરીની મોટરસાઈકલ સાથે એકને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના લીમડી બજાર માંથી થોડા સમય પહેલા એક મોટર સાયકલ ચોરી થઈ હતી જેની ફરિયાદ લીમડી પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારબાદ મોટરસાયકલ ચોરીના બનાવોને ગંભીરતાથી લઇ પોલીસે ઈ-ગુજકોપ પોકટના માધ્યમથી બાતમી મળી હતી કે ચોરીની મોટરસાયકલ લઈ એક ઈસમ લીમડી આવવાનો છે તે દરમિયાન વોચમાં ઊભેલી લીમડી પોલીસે ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના બોરસદ ફળિયાના પિન્ટુભાઈ બાબુભાઈ નીનામાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે.