દાહોદમાં વેપારીને લાલચ ભારે પડ્યું: વિદેશી કરન્સીમાં ટ્રેડિંગ કરવાના બહાને ભેજાબાજોએ વેપારીને 22 લાખમાં નવડાવ્યો.  ફોરેન્સિક ટ્રેડિંગ ના નામે ગઠિયાઓએ અલગ અલગ ટ્રાન્જેક્શન મારફતે વેપારી પાસેથી 21.92 લાખ ખંખેરી લીધા..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વેપારીને લાલચ ભારે પડ્યું: વિદેશી કરન્સીમાં ટ્રેડિંગ કરવાના બહાને ભેજાબાજોએ વેપારીને 22 લાખમાં નવડાવ્યો.

ફોરેન્સિક ટ્રેડિંગ ના નામે ગઠિયાઓએ અલગ અલગ ટ્રાન્જેક્શન મારફતે વેપારી પાસેથી 21.92 લાખ ખંખેરી લીધા..

દાહોદ તા. 27

દાહોદમાં ફોરેન્સિક ટ્રેડિંગના નામે સાયબર ગઠીયાઓએ દાહોદના એક વેપારીને પોતાની જાળમાં ફસાવી અલગ અલગ ટ્રાન્સફર ફી ના નામે રૂપિયા 22 લાખ ખંખેરી લીધા હતા. જે બાદ ઠગાઈનો ભોગ બનેલા વેપારીએ આ મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં કાયદેસર નો ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

 

દાહોદમાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે તે ઉક્તિ સાર્થક થઇ છે.જેમા દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના વેપારી જોડે ફોરેક્સ ટ્રેડિંગના નામે ભેજાબાજોએ 21.94 લાખ ની માતબર રકમ શેરવી લીધી છે. આ મામલે વેપારીએ સાયબર પોલિસ મથકમાં રાવ આપી છે. જેમા વેપારીએ જણાવ્યું છે.કે જાન્યુઆરી 2025માં ટેલીગ્રામ પર “@salo12” નામના યુઝર સાથે કોન્ટેક્ટ થયો હતો. ત્યારબાદ ઉપરોક્ત ટ્રેડિંગમાં વિદેશી કરન્સીના 30 થી 40 ટકા નફો મળશે તેની લાલચ આપી હતી. અને દરમિયાન સલોની ચૌધરી નામની મહિલાએ ઉપરોક્ત વેપારીને સોશિયલ મિડીયા દ્વારા એક લિંક મોકલી હતી. તે લિંક પરથી વેપારીએ “SLFIRVRF” નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી.જેમા યુઝરનેમ, પાસવર્ડ બનાવી આધાર કાર્ડ લિંક કરાવ્યું હતું.ત્યારબાદ અલગ અલગ દેશોની કરન્સીમાં ટ્રેડિંગ કરવાની જાણકારી આપી હતી.28 જાન્યુઆરીમાં પહેલા બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં રૂ. 44,000 જમા કર્યા હતા.જે બાદ યુએસડીમાં રોકાણ કરાવાયું હતું. ત્યારબાદ એપ્લીકેશનમાં 506 ડોલર બતાવાયા. ટ્રેડિંગ બાદ 570 ડોલર દેખાતા તેને વધુ રોકાણ કર્યું હતું. ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ વેપારીએ રૂ. 50000 જમા કરતા એના એકાઉન્ટમાં 1081 ડોલર બતાવતા હતા અને ત્યારબાદ વિદેશી ટ્રેડિંગ કરતા તેના એકાઉન્ટમાં 2367 ડોલર જમા દેખાડ્યા હતા. પરંતુ ભેજાબાજોએ એકાઉન્ટ ફ્રીજ થઈ ગયું હોવાની જણાવી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ડોલરમાં પૈસા પાછા લેવા માટે વેપારીએ યુનિયન બેંકમાંથી રકમ જમા કરાવી હતી. ત્યારબાદ તેનો ખાતું અનફ્રિજ થતા તેના ખાતામાં 5593 ડોલર જમા કરાવ્યા હોવાનું દેખાવા લાગ્યું હતું. પછી 20 ફેબ્રુઆરીએ વધુ રૂ. 5 લાખ ટ્રાન્સફર કર્તા ખાતામાં 16074 ડોલર જોવાતા ટ્રેડિંગ બાદ 19261 ડોલર દેખાતા 21 ફેબ્રુઆરીએ વધુ રૂ. 10 લાખ ટ્રાન્સફર કર્યા હતા હતા. સ્ક્રીન પર 48948 ડોલર દેખાડાયા. ટ્રેડિંગ બાદ 58493 ડોલર બતાવાયા હતા. 22 ફેબ્રુઆરીએ સ્ક્રીન પર કુલ 79847 ડોલર દેખાડતા વેપારીએ 53509 ડોલરની વિથડ્રૉલ રીકવેસ્ટ મૂકી હતી. કસ્ટમર સર્વિસે 30 ટકા ટેક્સ ભરવા કહ્યું હતું. શંકા જતા વેપારીએ 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. વેપારીએ કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્રના ત્રણ, બેંક ઓફ બરોડાનો એક અને કુલ રૂ. 21,94,000 ટ્રાન્સફર કર્યા હતા. એપ્લીકેશનમાં કુલ 79847 ડોલર એટલે કે રૂ. 69,46,689 બતાવાયા હતા પરંતુ રકમ પરત ન મળતા છેતરપીંડીની ફરિયાદ કરી છે. દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share This Article