Saturday, 21/06/2025
Dark Mode

*વિકસિત ગુજરાત – વિકસિત ભારત 2047 ને સાર્થક કરવા માટે કરવામાં આવતી ગુણવતા યાત્રા* *વિવિધ બાબતોને કેન્દ્રમાં રાખીને બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરાયું*

May 16, 2025
        5402
*વિકસિત ગુજરાત – વિકસિત ભારત 2047 ને સાર્થક કરવા માટે કરવામાં આવતી ગુણવતા યાત્રા*  *વિવિધ બાબતોને કેન્દ્રમાં રાખીને બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરાયું*

રાજેશ વસાવે :- દાહોદ 

*વિકસિત ગુજરાત – વિકસિત ભારત 2047 ને સાર્થક કરવા માટે કરવામાં આવતી ગુણવતા યાત્રા*

*વિવિધ બાબતોને કેન્દ્રમાં રાખીને બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરાયું*

દાહોદ તા. ૧૬

*વિકસિત ગુજરાત - વિકસિત ભારત 2047 ને સાર્થક કરવા માટે કરવામાં આવતી ગુણવતા યાત્રા* *વિવિધ બાબતોને કેન્દ્રમાં રાખીને બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરાયું*

ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતા, ગુણવતા યાત્રા દાહોદ જિલ્લામાં પહોંચી, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તાસભર નિષ્ણાતોને એકસાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ મોકળો થયો. ગુજરાતમાં એમ.એસ.એમ.ઇ. માટે ગુણવત્તાયુક્ત પ્રથમ એજન્ડા ચલાવે છે. ગુજરાત નવા ક્ષેત્રોમાં અગ્રણી પરિબળ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની જવાબદારી વધુ છે, જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે.

 

આજના વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થતો હતો. 

– ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના અને ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઓફર કરવામાં આવતી એનએબીએલ એક્રેડિટેશન્સ ક્યૂસીઆઈનાં સલાહકારશ્રી જગત પટેલ દ્વારા કરવામાં આવી હતી. 

– ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત શ્રી હિરેન વ્યાસ દ્વારા એમએસએમઈ માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડઈડી અને લીન પ્રમાણપત્રો ઓફર કરવામાં આવી હતી.

– ગુજરાત સરકારના ફૂડ સેફટી ઓફિસરશ્રી પિન્કલકુમાર નાગરાલાવાલા દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના અધિકારીઓ દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ના ડો. પ્રદિપ દાવે દ્વારા પર્યાવરણીય નિયમો અને અનુપાલનનું મુખ્ય નિયમનકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

– એ સાથે ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (ડીઆઇએસએચ) શ્રી સુધાકર યાદવ દ્વારા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિષય પર સત્ર યોજવામાં આવ્યું હતું.

– ગુજરાત સરકાર દ્વારા એમએસએમઈ માટે યોજનાઓ અને લાભો – શ્રી શૈલેષ દેસાઈ, આરએમ, ડીઆઈસી, દાહોદ

આ ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે 55 દિવસ સુધી તેની યાત્રા ચાલુ રાખશે, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય 13 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રાથી રાજ્યભરમાં એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને લીન સર્ટિફિકેશન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે.

આ નિમિતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, મેગા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખશ્રી વિજય શાહ, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ક્યુસીઆઈ), દિલ્હી એચઓના સંયુક્ત નિદેશક શ્રી મોહિત સિંહ, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઇ), અમદાવાદ રિજનલ ઓફિસના સલાહકારશ્રી જગત પટેલ, દાહોદ ડીઆઈસી, જી.એમ.શ્રી આર.એસ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!