Monday, 19/05/2025
Dark Mode

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં કરીને આપ્યો સામાજિક સંદેશ.. દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલોનો સમૂહ લગ્ન સમારંભ યોજાયા..

May 4, 2025
        13935
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં કરીને આપ્યો સામાજિક સંદેશ..  દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલોનો સમૂહ લગ્ન સમારંભ યોજાયા..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં કરીને આપ્યો સામાજિક સંદેશ..

દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલોનો સમૂહ લગ્ન સમારંભ યોજાયા..

ગરીબ યુગલોના તમામ ખર્ચ ધારાસભ્યે ઊઠાવ્યો, સમાજમાં બદલાવ માટે અનોખી પહેલ..

દાહોદ તા.04

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં કરીને આપ્યો સામાજિક સંદેશ.. દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલોનો સમૂહ લગ્ન સમારંભ યોજાયા..

દાહોદમાં બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ પંચમહાલ દાહોદ મહીસાગર (દાપમ) ના સહયોગ થકી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં અન્ય જોડાઓ સાથે યોજી ગરીબ જોડાઓને લગ્નમાં થતા ખોટા ખર્ચાઓથી બચાવી તથા સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસે તે માટે દહેજ દારૂ અને ડીજેને જાકારો આપવાનો સંદેશ સાથે સમાજને એક નવી રાહ ચીંધી છે.

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં કરીને આપ્યો સામાજિક સંદેશ.. દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલોનો સમૂહ લગ્ન સમારંભ યોજાયા..

એટલું જ નહીં આ તમામ યુગલોના કરિયાવરનો ખર્ચ પોતાના શિરે લઈ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સરાહનીય કાર્ય કર્યો છે. સમાજના મોભીઓની લાગણી અને સમાજમાં ચાલતી બદીને દૂર કરવાના આહવાનને ધારાસભયે શરૂઆત કરતા બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ દ્વારા આગામી દિવસોમાં વધુમાં વધુ જોડાઓ સમૂહ લગ્નમાં જ ભાગ લે તે માટે કટિબદ્ધ બન્યા હોવાનું આજે જાહેરમાં સ્વીકાર્યું હતું. તો ધારાસભ્ય કનૈયાલાલના પ્રયાસને સામાન્ય પ્રજાજનોથી લગાવી ઉપસ્થિત સૌ નેતા ગણો એ પણ વધારી લીધું હતું. જોકે ચોસલા કાલિડેમ ખાતે વિશાલ પંડાલમાં પરંપરાગત રીતરિવાજ અને વાજિંત્રોની મધુર સુરાવલી વચ્ચે આ સમુહ લગ્ન સમારંભ સંપન્ન થયો હતો.જેમાં ધારાસભ્ય સહિત 4 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા.જેમાં ગુજરાતના મુખ્યમંત્રી,મંત્રી, તેમજ ધારાસભ્યોએ ઉપસ્થિત રહી ધારાસભ્ય સહિત તમામ નવયુગલ દંપત્તિને આશીર્વાદ અને શુભકામના આપી હતી.

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના લગ્ન સમૂહ લગ્નમાં કરીને આપ્યો સામાજિક સંદેશ.. દહેજ, દારૂ અને ડીજે વિરુદ્ધ સંદેશ સાથે 4 યુગલોનો સમૂહ લગ્ન સમારંભ યોજાયા..

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ડીજે દારૂ અને દહેજ જેવી કુપ્રથાને બંધ કરવા ભીલ સમાજ પંચ(દાપમ) દાહોદ પંચમહાલ મહીસાગર, તેમજ બિરસા મુંડા ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ રહી સમાજમાં ઘર કરી ગયેલા દાનવરૂપી દુષણ ને દૂર કરવા માટે ભગીરથી કાર્ય કરી રહ્યા છે. તે દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમના લગ્ન યાદગાર થાય તેમજ સમાજમાં એક સારો મેસેજ જાય તે માટે પોતાના લગ્નની સાથે અન્ય ત્રણ જોડાઓના લગ્ન કરાવી તેનો તમામ ખર્ચ ઉપાડી રહ્યા છે. અને સમાજમાં સમૂહ લગ્ન થકી આદિવાસી સમાજમાં ધનની બચત થાય .ખાસ કરીને ગરીબ અને નાના વર્ગના આદિવાસી સમાજના વ્યક્તિઓ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડી આ પ્રકારના સમૂહ લગ્નમાં યોજી સામાજિક એકતા અને અખંડતતાનો પરિચય કરાવે તેવી દીર્ઘદ્રષ્ટા સાથે આજે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. અને તેમની સાથે અન્ય ત્રણ યુગનોને પણ લગ્નના પવિત્રસૂત્રથી બાંધ્યા હતા જેનો તમામ ખર્ચ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીઓ ઉપાડ્યો હતો એટલું જ નહીં ત્રણેય યુગલોમાં કન્યાઓને કન્યાદાન તરીકે પણ ઘરવખરીનો સામાન પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યો હતો. જેના પગલે લગ્ન સમારંભમાં પધારેલા મુખ્યમંત્રી નેતાગણ તેમજ આદિવાસી સમાજના આગેવાનો , બિરસામુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ તથા મહેમાનોએ ધારાસભ્યની આ પહેલને સહર્ષ વધાવી લીધા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!