Monday, 19/05/2025
Dark Mode

દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ દરમિયાન આવ્યો નવો વળાંક.!! રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો દ્રારા દાહોદની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા રાજકીય ક્ષેત્રે ગરમાવો.!!

May 1, 2025
        3232
દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ દરમિયાન આવ્યો નવો વળાંક.!!  રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો દ્રારા દાહોદની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા રાજકીય ક્ષેત્રે ગરમાવો.!!

દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ દરમિયાન આવ્યો નવો વળાંક.!!

રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો દ્રારા દાહોદની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા રાજકીય ક્ષેત્રે ગરમાવો.!!

દાહોદ તા.30

દાહોદ જિલ્લાના ધાનપુર તેમજ દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કથિત કૌભાંડમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની તપાસો ચાલી રહી છે.જેમાં 35 જેટલી માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે ફોજદારી ગુના દાખલ થયા છે.દરમિયાન આજે દાહોદની સેશન્સ કોર્ટમાં રાજ્યકક્ષાના મંત્રીના બન્ને પુત્રો દ્રારા આગોતરા જામીન અરજી મુકતા આ મામલે હવે રાજકીય ગરમાવો આવ્યો છે.. 

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તેમજ ધાનપુર ના ત્રણ ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા 71 કરોડના કામોમાં વ્યાપક ગેરરીતીઓ સામે આવી હતી.આ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને મળેલી રજુઆતો બાદ ઉપરોક્ત ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં DRDA નિયામકના વડપણ હેઠળ સ્થળ તપાસણી કરવામાં આવી હતી.જેમાં ઉપરોક્ત ત્રણેય ગામોમાં સ્થળ ઉપર કામોની અપૂરતતા તેમજ L1 માં ન હોવા છતાંય કરોડોનું પેમેન્ટ મેળવનારી બીન પાત્રતા ધરાવતી એજન્સીઓ સામે વચગાળાના અહેવાલ ના અનુસંધાને માલ સપ્લાય કરતી 35 એજન્સીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.અને ધરપકડ બાદ 4 સરકારી કર્મચારીઓના રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.પરંતુ પોલીસ ફરિયાદમાં એજન્સીઓના પ્રોપરાઇટર કોણ છે તેની સત્તાવાર માહિતી બહાર આવી નહોતી.જોકે ઉપરોક્ત એજન્સીઓમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો અને ભાજપના કેટલાક અગ્રણીઓની હોવાની ચર્ચાઓ ઉઠી હતી.દરમિયાન આજે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડે આ મનરેગા કૌભાંડના કેસના સંદર્ભમાં બુધવારે દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે એના પગલે આ આગોતરા જામીન અરજી સંદર્ભે હવે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!