Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ તાલુકાની વણભોરી ગ્રામ પંચાયત તેમજ ખેંગ ગ્રામ પંચાયતમાં  પંચાયતની કામગીરી ન કરવા બાબત ટીડીઓને રજૂઆત કરાઈ 

January 13, 2022
        787
દાહોદ તાલુકાની વણભોરી ગ્રામ પંચાયત તેમજ ખેંગ ગ્રામ પંચાયતમાં  પંચાયતની કામગીરી ન કરવા બાબત ટીડીઓને રજૂઆત કરાઈ 

દાહોદ તાલુકાની વણભોરી ગ્રામ પંચાયત તેમજ ખેંગ ગ્રામ પંચાયતમાં  પંચાયતની કામગીરી ન કરવા બાબત ટીડીઓને રજૂઆત કરાઈ 

દાહોદ તા.૧૩

દાહોદ તાલુકામાં આવેલ વણભોરી ગ્રામ પંચાયત અને ખેંગ ગ્રામ પંચાયતમાંથી બે અરજદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી આ બંન્ને ગ્રામ પંચાયતોમાં જીતેલા જાહેર કરેલ સરપંચ દ્વારા પંચાયત બોડીની નિમણુંક ન કરે તથા તે અન્વયે પંચાયતની કામગીરી ન કરવા બાબત રજુઆત કરી છે.

વણભોરી ગ્રામ પંચાયત અને ખેંગ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક એવા મકનાભાઈ વસનાભાઈ બારીયા તથા મમતાબેન પપ્પુભાઈ ડાંગી દ્વારા દાહોદ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે કે, આ ગ્રામ પંચાયતમાં મતદારની મતગણતરી ચુંટણી અધિકારી દ્વારા નિષ્પક્ષ અને યોગ્ય રીતે કરેલ નથી અને મત ગણતરી દરમ્યાન માત્ર જુજ વોટથી જીતેલા હોવાથી જણાવ્યું હતું. જીતેલા ઉમેદવારને મદદરૂપ થાય તે રીતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત પંચાયત ઈલેક્શન રૂલ ૬૦ તથા ૬૧નું ઉલ્લંઘન કરેલ અને પોતાને મોટો ફટકો પડ્યો હોવાથી અને પોતાને અન્યાય થયો હોવાનું જાગૃત નાગરીક દ્વાર લેખિત અરજીમાં જણાવ્યું હતું માટે જીતેલા સરપંચ દ્વાર બોડી રચી કામગીરી કરવામાં આવે તો પોતાને અન્યાય થાય તેમ હોવાથી પોતે આ લેખિત અરજી દાહોદ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી.

—————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!