દાહોદના મોટી લછેલી ગામમાં વિકાસ માત્ર કાગળ પર, વાસ્તવિકતામાં લોકો પાષાણ યુગમાં જીવન જીવી રહ્યા છે! 1.18 કરોડના વિકાસ કામો કાગળ પર પૂરાં; ગ્રામજનો તરસ અને દુર્ભોગ વચ્ચે જીવવા મજબૂર

Editor Dahod Live
5 Min Read

દાહોદના મોટી લછેલી ગામમાં વિકાસ માત્ર કાગળ પર, વાસ્તવિકતામાં લોકો પાષાણ યુગમાં જીવન જીવી રહ્યા છે!

1.18 કરોડના વિકાસ કામો કાગળ પર પૂરાં; ગ્રામજનો તરસ અને દુર્ભોગ વચ્ચે જીવવા મજબૂર

‘નળ સે જળ’ યોજના નિષ્ફળ, ગામમાં પાણી નહીં મળતા મહિલાઓને કિલોમીટર દૂર જવું પડે

શૌચાલય, રસ્તા, લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ

કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી અને ગ્રામસભા યોજવાની માંગ.

દાહોદ તા. 24

 દાહોદ તાલુકાના કતવારા નજીક આવેલા મોટી લછેલી ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.આખરે કંટાળેલા ગ્રામજનોએ ભેગા મળી આજરોજ દાહોદ કલેકટરને આવેદન આપી તેમના ગામમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા તથા ગ્રામસભા યોજવા માટે રજૂઆતો કરી હતી. 1800 થી 2000 ની વસ્તી ધરાવતા ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા 1.18 કરોડની વિવિધ વિકાસ કામો માટે રકમની ફાળવણી કરી હતી. પરંતુ ગામના મોટાભાગના વિસ્તારમાં રસ્તાઓ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, શૌચાલયની સુવિધાઓ ન મળી નથી. એટલું જ નથી કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા કાગળ ઉપર કામ પૂર્ણ બતાવી બિલો મૂકી રકમ પણ લઈ લીધી છે.

પરંતુ આ તમામ સુવિધાઓ કાગળ પૂરતી સીમિત હોવાનું ગામમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના લીધે આઝાદીના અમૃતકાળમાં ગામના લોકો પાષાણ યુગમાં જીવન વ્યતીત કરી રહ્યા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે. ખાસ કરીને ગારી ફળિયામાં તો પરિસ્થિતિ બદ થી બદતર છે. ગામમાં જલ જીવન મિશન અંતર્ગત નળશે જળ યોજના ફારસ રૂપ સાબિત થઈ છે. લોકોના ઘરે નળ લગાવી દીધા છે. પરંતુ પાણી આવ્યું નથી.અહીંના 100 ઉપરાંત ઘરોમાં રહેતા લોકો જેમા વૃદ્ધ મહિલાઓ બાળકો આકરા ઉનાળામાં તરસ છુપાવવા માટે દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબુર બન્યા છે.

*નળ સે જળ યોજના માત્ર કાગળ પૂરતી સીમિત છે.*

 2000 ની વસ્તી ધરાવતા ગામમાં લબાના ફળિયા,ડુંગરી ફળિયા ગામતળ, તેમજ ગારી ફળિયામાં નળ સે જળ યોજના અંતર્ગત નળ નાખવામાં આવ્યા છે. પરંતુ જળ હજી સુધી આવ્યા નથી, ગામમાં કોન્ટ્રાક્ટરે પાણીની જૂની લાઈનમાં જ નળશે જળ યોજનાના કનેક્શન આપી દીધા છે. કેટલીક જગ્યાએ તો નળ કનેક્શન પણ તૂટીને ભંગાર માં પડ્યા છે. તો મોટાભાગના નળોમાંથી હવે ચકલી પણ ગાયબ થઇ ગઈ છે. માલધારી સમાજ ની મહિલાઓ ઢોર, ઢાંકર તેમજ પીવા તેમજ ન્હાવા ધોવા માટે માથે બેડલાનો ભાર લઇ બારેમાસ પાણી ભરવા 1 km દૂર જવું પડે છે..

*સ્વચ્છ ભારત મિશનના પોસ્ટર લાગ્યા,પરંતુ શૌચાલયની સુવિધા નથી..*

 ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પોસ્ટરો તો લગાવવામાં આવ્યા છે. પરંતુ ગામમાં હજી સુધી શૌચાલય બનાવવામાં આવ્યા નથી.કેટલીક જગ્યાએ શૌચાલય તો બનાવ્યા છે પરંતુ સંડાશ તો ટપ મૂકવાનું રહી ગયું છે. કેટલીક જગ્યાએ દરવાજા પણ નથી નાખ્યા, ગામના પ્રાઇવેટ જગ્યાએ બનાવેલા શૌચાલયના ફોટો અપલોડ કરી શૌચાલયના પૈસા પણ મંજુર કરાવી લઇ લીધા છે.ગામમાં શૌચાલય નો અભાવે રાત્રિના સમયે એકલ દોકલ મહિલાઓ કુદરતે હાજતે એકલી જઈ શકતી નથી.એક વ્યક્તિને ટોર્ચના અજવાળે લઈ જવું પડે છે. તેમજ અધૂરામાં પૂરું જંગલી જાનવરોનો ભય પણ ઉપસ્થિત છે. 

*સ્ટ્રીટ લાઈટો ગાયબ, ગ્રામજનો સ્વખર્ચે અંધારૂ ઉલેચી રહ્યા છે.*

મોટી લછેલી ગામમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રેટ લાઈટો પણ નથી. અગાઉ જે નાખવામાં આવી હતી તે બગડી ગઈ છે અથવા તો કાઢી લેવામાં આવી છે. તેની જગ્યાએ હજી સુધી નવી ફિટ કરવામાં આવી નથી. ગ્રામજનો દ્વારા રજૂઆતો કર્યા છતાં કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોએ લોકફાળો કરી વીજળીના થાંભલા ઉપર ગોળા લટકાવી દીધા છે.

*ગામના રસ્તા 20 વર્ષ પહેલા બન્યા હતા, 1.18 કરોડના વિકાસ કામો કાગળ પર થયાં.*

 મોટી લછેલી ગામમાં છેલ્લા એક વર્ષથી વહીવટદાર શાસન કરી રહ્યો છે.ગત પાંચ વર્ષમાં 1.18 વિવિધ વિકાસ કામો માટે સરકારમાંથી પૈસા મંજુર થયા હતા. ફાળવેલી રકમના કામો પણ કાગળ પર પૂર્ણ બતાવી બિલ પણ પાસ કરી લીધા. પરંતુ જમીન ઉપર કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રસ્તા બન્યાને 20 વર્ષથી વધુ સમય થયો રસ્તાઓ તૂટીફૂટી ગયા છે. નવા રસ્તા બન્યા નથી. એક કે બે આરસીસી રસ્તા બન્યા પરંતુ હલકી ગુણવત્તાના મટીરીયલથી બનાવેલા rastaછ મહિનાના ટૂંકા ગાળામાં ધોવાઈ ગયા

Share This Article