Monday, 19/05/2025
Dark Mode

જમ્મુ કાશ્મીરના પહેલ ગાંવ માં થયેલ આતંકી હુમલાનાં વિરોધનાં અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે નગરમાં ડ્રોન કેમેરા સાથે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી 

April 24, 2025
        1305

ઝાલોદ તા. ૨૪

ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ ની હાજરી અને માર્ગદર્શન હેઠળ ઝાલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે કે રાજપુત સહીત પી.એસ.આઇ. સિ કે સિસોદિયા, પોલીસ સ્ટાફ અને ટીઆરપી જવાનો સહીત નગરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઝાલોદ પોલીસ સ્ટેશન થીં ડ્રોન કેમેરા સાથે ફુટ પેટ્રોલિંગ નગરનાં રાજમાર્ગો પર ફૂટ માર્ચ યોજી હતી. પોલીસ કાફલા એ ફુટ માર્ચ કરતા નગરનાં લોકોમાં પોલીસ કાફલા ને જોઇ કુતુહલ સાથે પોલીસ ના લોખંડી બંદોબસ્તની પ્રતિતિ થવા પામી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલ ગાંવ માં થયેલ આતંકી હુમલાનાં વિરોધનાં અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નગરમાં શાંતિ બની રહે માટે પોલીસ સ્ટેશન થી નગરનાં રાજમાર્ગો પર પોલીસ ની ફુટ માર્ચ નું આયોજન કરાયું હતું. ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. કે કે રાજપુત સહીત પી.એસ.આઇ. સિ કે સિસોદિયા, સહિત પોલીસ સ્ટાફ અને ટીઆરપી જવાનો,મહીલા પોલીસ સહીત પોલીસ જવાનો નો મોટો કાફલો ડ્રોન કેમેરા સાથે ફૂટ માર્ચમાં હાજર રહ્યો હતો. પોલીસ ની ફૂટ માર્ચ પોલીસ સ્ટેશન થી નીકળી કોળી વાડા થી મીઠાં ચોક થી રાજેશ ચોક થી ભરત ટાવર થી બસ સ્ટેન્ડ સર્કલ થી ગામડી ચોકડી થી ડબગર વાસ થી ગીતા મંદિર થઈ પોલીસ સ્ટેશન પરત ફરી હતી. પોલીસ ની ફુટ માર્ચ ને લઈ નગરમાં રસ્તા પરનાં વાહનો સહીત રસ્તો ખુલ્લો થઇ જવા પામ્યો હતો.આમ ઝાલોદ નગરમાં કાલે જમ્મુ કાશ્મીરના પહેલ ગાંવ માં થયેલ આતંકી હુમલાનાં વિરોધનાં અનુસંધાને લઈ પોલીસે ડ્રોન કેમેરા સાથે ફૂટ માર્ચ યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!