více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ માટે નિયુક્ત કરાયેલી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા… દાહોદમાં બાળમજૂરી પાસે રાત્રી સફાઈ:4 બાળકમજૂરો શ્રમ વિભાગની ટાસ્ક ફોર્સે મુક્તકરાવ્યા,એજન્સી વિરુદ્ધ કોર્ટ કેસ થશે..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ માટે નિયુક્ત કરાયેલી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા…

દાહોદમાં બાળમજૂરી પાસે રાત્રી સફાઈ:4 બાળકમજૂરો શ્રમ વિભાગની ટાસ્ક ફોર્સે મુક્તકરાવ્યા,એજન્સી વિરુદ્ધ કોર્ટ કેસ થશે..

દાહોદ તા.16

દાહોદમાં નગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ માટે નિયુકત કરેલી એજન્સી દ્વારા બાળ મજૂરો દ્વારા સાફ સફાઈ કરાવતા હોવાની બાતમીના આધારે શ્રમ વિભાગની ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ (DTF) ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, તેમજ પોલીસની ત્રણ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં દરોડો પાડી 4 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. અને એજન્સી સામે કાયદેસરનો કાર્યવાહી હાથ ધરી બાળકોને વાલી વારસાને બીજી વખત બાળમજૂરી ન કરાવાની શરતે સુપરત કરવામાં આવ્યા હતા.

સ્માર્ટ સિટી દાહોદમાં નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ એજન્સી મારફતે રાત્રિ સફાઈ દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકો પાસે મજૂરી કરાવતા હોવાની બાતમી બાળ અને શ્રમ વિભાગની ડિસ્ટ્રિક ટાસ્ક ફોર્સ ટીમ ને થતા ગઈકાલે ઉપરોક્ત ટીમે ત્રણ અલગ અલગ ટીમો બનાવી એન્ટી હ્યુમેંટ ટ્રાફિકીંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સદસ્યો સાથે વિવિધ વિસ્તારોમાં દરોડો પાડ્યો હતો.અને કિંજલ એન્ટરપ્રાઇઝીસના નેજા હેઠળ કામ કરતા 10 થી 12 જેટલા શ્રમિકોને ડીટેઇન કર્યા હતા. અને દાહોદ એ ડિવિઝન પોલીસમાં થાકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઉપરોક્ત ઈસમોની આધારકાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજ સાથે ખરાઈ કરતા 12 પૈકી ચાર શ્રમિકો 18 વર્ષથી ઓછી ઉંમરના જણાય આવતા આ મામલે બાળ અને શ્રમ વિભાગના શ્રમ અધિકારી મેહુલ હિરાણીની સીધી નિઘરાણીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા ચારેય બાળ મજૂરોને મજૂરીએ ન મોકલવાની શરતે વાલી વારસાને સુપરત કરવામાં આવ્યા હતા. અને કિંજલ એન્ટરપ્રાઇઝીસ ના માલિક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે..

*ચાઈલ્ડ લેબર એકટમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે પાંચ કલાક જ હળવું કામ કરવાની જોગવાઈ.*

લેબર એક્ટ 1986 મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે માત્ર પાંચ કલાક જેવું સાફસફાઈ જેવું હળવું કામ કરી શકાય છે.આ એક મુજબ ખાસ કરીને રાત્રિના સમયે કિશોર અવસ્થાના મજૂરો પાસે કામ કરાવી શકતા નથી. આવા કૃત્ય કરનાર સામે ફોજદારી ગુનો બને છે.

*નગરપાલિકાને આ મામલે તાકીદ કરાશે, એજન્સી સામે કોર્ટ કેસ કરવામાં આવશે :- મેહુલ હિરાણી શ્રમ અધિકારી, દાહોદ.*

એક મહિના અગાઉ તમામ એજન્સી જોડે મિટિંગ કરી બાળમજૂરોને કામ ન કરાવવા અંગે સૂચના આપવામાં આવી હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા. જે બાદ તપાસ દરમિયાન કિંજલ એન્ટરપ્રાઇઝીસ દ્વારા બાળમજૂરો પાસે રાત્રી સફાઈ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. જે અંતર્ગત ચાર બાલબજૂરોને મુક્ત કરાવી પુનઃ બાળ મજુરી ન કરવાની શરતે વાલી વારસો ને સોંપવામાં આવ્યા છે. આ મામલે એજન્સી સામે કોર્ટ કેસ થશે. તેમજ બીજી વખત જો વાલી વારસો દ્વારા બાળકો પાસે મજૂરી કરાવશે તો તેમની સામે પણ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard