
રાજેશ વસાવે :- દાહોદ
ગામમાં તાત્કાલિકુ ગટર વ્યવસ્થા ઊભી કરવા ગ્રામજનોની માંગ
નંદુરબારનું ચીંચપાડા ગામ ટાઈફોઈડ, ચિકનગુનિયા જેવી બીમારીના ભરડામાં
દાહોદ, તા. 27
નંદુરબાર જિલ્લાના ચીંચપાડાગામમાં બીમારીના વાવડ ફેલાવા પામ્યો છે. ગામના ઘરોમાં ફેલાયેલા ટાઈફોઈડ, ચીકનગુનિયા જેવી શંકાસ્પદ બીમારીના ભરડામાં આવતા લોકોમાં ભયનો માહોલ સર્જયો છે. આશરે ૨૫,૦૦૦ની વસ્તી ધરાવતા ચીંચપાડા ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગટરવ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવા પણ માંગ ઉઠવા પામી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે આવેલા નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચીંચપાડા ગામમાં આશરે ૨૦,૦૦૦ જેટલા ગ્રામિણજનો વસવાટ કરી રહ્યા છે. ઉદ્યોગના વિકાસના અભાવે ગ્રામિણજનો ખેતી તેમજ છુટક રોજગારી પર નિર્ભર છે અને ગામમાં ભૌતિક સુવિધા નથી. સરકાર દ્વારા આરોગ્ય અને મફત પ્રાથમિક શિક્ષણની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ચીંચપાડા ગામમાં પીવાના પાણી, ગટર અને આરોગ્યની સુવિધા જાણે મૃતપ્રાય જોવા મળી રહી છે. ગામમા લોકોને પોતાના કુવા તેમજ બોર કુવામાંથી પીવાના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો કે ગ્રામ પંચાયત ને નલ ની અરજી કરવામા આવે તો બે બે વર્ષ વીતીયા પછી પણ નલ કનેકશન આપવામા આતો નથી. હાલમાં ગામમાં ટાઈફોઈડ, ચીકનગુનિયા પ્રકારના લક્ષણો ધરાવતી બીમારી ફેલાવા પામી છે. આ બિમારીને લક્ષણો જાણે દરેક ફળીયાના લોકમાં જોવા મળી રહ્યા છે. ગંભીર પ્રકારની ફેલાઈ રહેલી બીમારીના કારણે ગ્રામીણજનોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ગામમાં સરકારના ચૂંટાયેલા પ્રતીનિધીઓ ધ્યાન આપતા નથી. ત્યારે મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન આ ગામને દત્તક લે તો જ ગામમાં વિકાસ થાય તેવી લોક લાગણી પ્રવર્તે છે.