
રાહુલ ગાડી :- ગરબાડા
ગરબાડામાંથી મળી આવેલ ૪ વર્ષની દીકરીને તેના વાલી વારસો સાથે ગણતરીના કલાકોમા મિલન કરાવતી ગરબાડા પોલીસ શી-ટીમ.
ગરબાડા તા. 25
આજે તારીખ .૨૫/૦૩/૨૦૨૫ ના કલાક રોજ 4 વાગ્યે પી. આઈ એસ.એમ.રાદડીયા ગરબાડા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન નીમચ ગામના ધર્મેશભાઇ પરમાર નાઓ એક ૪ વર્ષની બાળકીને લઇને પોલીસ સ્ટેશન આવેલ અને કહેલ કે બાળકી ગરબાડા મામલતદાર કચેરી આગળ ભુલી પડેલ મળી આવેલ છે, આ છોકરી પોતાના ગામનું નામ કે તેના માતા-પિતાનુ નામ બોલતી નથી, બાળકીનો કબજો ગરબાડ પો.સ્ટે.શી- ટીમે સંભાળી તેના વાલી વારસોની શોધખોળ માટે દિકરીના ફોટા પાડી ગરબાડા પો.સ્ટે. વિસ્તારના ગામડાના સરપંચોના વ્હોટ્સઅપ ગૃપમા તથા સોશીયલ મીડીયામા વ્હોટ્સઅપ ગૃપમા મુકતા સદર દિકરી નરેશભાઈ દીતાભાઈ ભુરીયા રહે. બોરીયાલા, દિવાનીયાવડ ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાની હોવાનુ જણાયેલ જેમાં પોલીસની ટીમે બાળકીના વાલી વારસદારો સોંપી હતી..