
બોરવેલ તેમના કામો કરાવ્યા બાદ કોન્ટ્રાક્ટર ને પેમેન્ટ ન આપવા મામલે
દાહોદનો બહુચર્ચિત નકલી કચેરી પ્રકરણમાં સંડોવાયેલા બન્ને ભાઈઓ વિરુદ્ધ કોન્ટ્રાક્ટરે નોંધાવી ફરિયાદ..
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં દોઢ વર્ષ પહેલા દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી કૌંભાંડમાં માસ્ટર માઈન્ડ એવા એજાજહુંસેમન જાકીર સૈયદ અને અબુબકર જાકીરહુંસેન સૈયદ દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક કોન્ટ્રાક્ટરને બોરવેલ કુવા તેમજ ચેકડેમના કોન્ટ્રાક્ટના કામો આપ્યાં બાદ તેના પેમેન્ટની ચુકવણી છેલ્લા ત્રણ વર્ષ સુધી કામના નાણાં ન ચુંકવી અને કોન્ટ્રાક્ટરને મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી સરકારી કચેરી કૌંભાંડને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ નકલી કચેરી કૌંભાંડનો રેલો છોટાઉદેપુર બાદ દાહોદ જિલ્લામાં આવ્યો હતો. અને પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ નકલી સરકારી કચેરી કૌંભાંડમાં એક પછી આ કૌંભાંડમાં સામેલ માસ્ટર માઈન્ડ સહિત કેટલાંક સરકારી બાબુઓને પણ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં ત્યારે આ નકલી સરકારી કચેરી કૌંભાંડમાં સંદીપ રાજપુત સમેત માસ્ટર માઈન્ડ ગણાતા એજાજહુંસેન જાકીરઅલી સૈયદ તથા અબુબકર જાકીરહુંસેન સૈયદનાઓની પણ પોલીસે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં ત્યારે આ બંન્ને માસ્ટર માઈન્ડોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ના સમયગાળા દરમ્યાન ઝાલોદ નગરમાં કોળીવાડા વિસ્તારમાં રહેતાં કોન્ટ્રાક્ટર સદ્દામભાઈ ઈસ્માઈલભાઈ મતાદારને જેતે સમયે એજાજહુંસેન જાકીરઅલી સૈયદ તથા અબુબકર જાકીરહુંસેન સૈયદ દ્વારા બોરવેલ તુવા તથા ચેકડેમના કોન્ટ્રાક્ટનું કામ આપ્યું હતું. આ કામ કોન્ટ્રાક્ટર સદ્દામભાઈ દ્વારા સમયસર પુરૂ પણ કરી આપ્યું હતું. ત્યારે બાકી નીકળતું પેમેન્ટની માંગણી અવાર નવાર સદ્દામભાઈ આ બંન્ને એજાજહુંસેન જાકીરઅલી સૈયદ તથા અબુબકર જાકીરહુંસેન સૈયદ પાસે માંગણી કરતાં હતાં પરંતુ આ બંન્ને ઈસમો દ્વારા નાણાંની ભરપાઈ કરતાં ન હતાં ત્યારે તે સમયે નકલી સરકારી કચેરી બહાર આવતાં એજાજહુંસેન જાકીરઅલી સૈયદ તથા અબુબકર જાકીરહુંસેન સૈયદને પોલીસે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં. આ બાદ થોડા સમય બાદ આ બંન્ને ઈસમો જામીન પર મુક્ત થઈ ગયાં હતાં અને ઈસ્માઈલભાઈ દ્વારા ફરીવાર તેઓ આ બંન્ને ઈસમો પાસેથી નાણાંની માંગણી કરતાં આ બંન્ને ઈસમો દ્વારા ફોન પર સદ્દામભાઈને મારી નાંખવાની ધમકીઓ આપી, તારાથી જે થાય તે કરી લે, હવે પછી સામે મળીશ અને પૈસાની માંગી કરીશ તો તારૂ મોઢુ આગળથી પાછળ કરી દેશું, તેવી ધમકીઓ આપી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે સદ્દામભાઈ ઈસ્માઈલભાઈ મતાદાર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-