
રાજેશ વસાવે :- દાહોદ
*સરકારી ઇજનેરી કોલેજ (GEC) ના મહિલા વિકાસ સેલ (WDC) એ વિદ્યાર્થીઓમાં ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા હેતુ કાર્યક્રમ યોજાયો*
દાહોદ તા. 21
સરકારી ઇજનેરી કોલેજ (GEC) ના મહિલા વિકાસ સેલ (WDC) એ વિદ્યાર્થીઓમાં ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યાવસાયિક શ્રીમતી જબીન જાંબુઘોડાવાલા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમણે ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા સંબંધિત તેમણે મૂલ્યવાન માહિતી અને અનુભવો શેર કર્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિભાગોના કુલ ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહિલા વિકાસ સેલ દ્વારા સર્જનાત્મકતા, સાંસ્કૃતિકઅભિવ્યક્તિ અને વિવિધ મહિલા-કેન્દ્રિત મુદ્દાઓ પર જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક જીવંત અને આકર્ષક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોસ્ટર મેકિંગ, નિબંધ લેખન અને રંગોળી મેકિંગ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં લગભગ ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.
૦૦૦