
રાજેશ વસાવે:- દાહોદ
BSNL દ્વારા કેબલ નાખવા અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગ સમયે પાઇપલાઇન તૂટી: હવે પાંચ દિવસ બાદ પાણી મળશે.
દાહોદમાં ગોધરારોડ પર મેન લાઈનમાં ભંગાણ,ગોધરા રોડ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો..
ત્રણ દિવસના અંતરે પાણી સપ્લાય ટાણે પાણી પુરવઠો ખોરવાતા હાલાકી..
દાહોદ તા.1
દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં BSNL દ્વારા કેબલ નાખવા માટે અંડર ગ્રાઉન્ડ ડીલિંગ કરતા હતા . દરમિયાન પાણીની મેન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયો હતો.જેના લીધે ઊંચે સુધી પાણીના ફુવારા જોવા મળ્યા હતા. બે દિવસના અંતરે આજે ગોધરા રોડ સહિતના આસપાસના વિસ્તારમાં પાણી સપ્લાય કરવાનું હતું તે પહેલા જ મેન લાઇનમાં ભંગાણ સર્જાતા હવે વધુ બે દિવસ ગોધરા રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પાણીનો કકળાટ ઉભો થશે.
દાહોદમાં એક તરફ સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ કામો ચાલી રહ્યા છે. ત્યારે bsnl દ્વારા પણ હાલ કેબલો નાખવા માટે શહેરના ગોધરા રોડ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રીલીંગ કરતા સમયે નીલકંઠેશ્વર મહાદેવ ની સામેથી પસાર થતી પાણીની મેન પાઇપ લાઇનમાં ગઈકાલે સાંજે ભંગાણ સર્જાયું હતું. ત્યારબાદ નગરપાલિકા તેમજ સંબંધિત ટીમ દ્વારા સમારકામ હાથ ધરાયું હતું. બે દિવસના અંતરે દાહોદ શહેરમાં પાણી પુરવઠો સપ્લાય કરવામાં આવે છે.તેવામાં આજે ગોધરા રોડ પર પાણી સપ્લાય કરવાના સમય પહેલા જ ભંગાણ સર્જાતા હવે ત્રણની જગ્યાએ પાંચ દિવસ બાદ ગોધરા રોડ, તેમજ વણકરવાસ, પટેલ ફળિયા ,ઘાંચીવાડા કસ્બા જેવા લઘુમતી વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉદભવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે ઉનાળાની સાથે પવિત્ર રમજાન માસની શરૂઆત થઈ ચૂકી છે. કેવા સમયે લઘુમતી વિસ્તારોમા પાણી સપ્લાય ન થવાથી આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને મારે હાલાકી નો સામનો કરવાનો વારો આવશે.