
સંજેલી મહેન્દ્ર ચારેલ..
2 વિદ્યાર્થીનીઓને પોતાની ગાડીમાં બેસાડી સમયસર પરીક્ષા સેન્ટર પર પહોંચાડી શિક્ષણ વિભાગના એ.ટી ચારેલ..
ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવતા શિક્ષકે 2 વિદ્યાર્થીઓને પોતાની ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી..
સંજેલી તા. 1
દાહોદના સંજેલી તાલુકામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા હેઠળ ચુસ્ત કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.સંજેલી તાલુકામાં 6 જેટલા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરા ની નજર હેઠળ ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 1650 જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે. શિક્ષણ વિભાગ ના અધિકારી એલ.ટી ચારેલ સાહેબ ધોરણ 10 ના બોર્ડની પરીક્ષામાં સંજેલી કેન્દ્ર પર ઓબ્ઝર્વર તરીકે ફરજ બજાવા જઈ રહ્યા તે સમયે સવારે 9:15 કલાકે ચાકીસણા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બે વિદ્યાર્થીઓ હાથમાં બોર્ડ અને પરીક્ષાની રીસીપ્ટ લઈ રોડ પર ચાલતા જતા સમયે શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા પૂછપરછ કરતા તેઓને જાણવા મળ્યું કે વિદ્યાર્થીનીઓ 6 કિમિ દૂર સંજેલી ખાતે પરીક્ષા આપવા જઈ રહી હતી તેમ જણાવ્યું હતું અને એક્ઝામ નો સમય થઈ રહ્યો હતો તો તેમને બંને છોકરીઓને પોતાની ગાડીમાં બેસાડી સમયસર તેઓના પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવી હતી.