Saturday, 15/03/2025
Dark Mode

ગરમાગરમ રજૂઆતો સાથે યોજાયેલી સામાન્ય સભામાં DRDA કચેરી કેન્દ્ર સ્થાને રહી.!!  દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં 202526 નું અંદાજપત્ર પણ રજૂ થયું..

February 27, 2025
        5171
ગરમાગરમ રજૂઆતો સાથે યોજાયેલી સામાન્ય સભામાં DRDA કચેરી કેન્દ્ર સ્થાને રહી.!!   દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં 202526 નું અંદાજપત્ર પણ રજૂ થયું..

રાજેશ વસાવે :- દાહોદ 

ગરમાગરમ રજૂઆતો સાથે યોજાયેલી સામાન્ય સભામાં DRDA કચેરી કેન્દ્ર સ્થાને રહી.!!

દાહોદ જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં 202526 નું અંદાજપત્ર પણ રજૂ થયું..

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધને ખાળવા પ્રથમ વખત સાંસદ જશવંતસિંહ ભાભોર હાજર રહ્યા…

DRDA નિયામક ફોન નથી ઉપાડતા, કામોમાં વાલા દવલાની નીતિના મોટાભાગના સદસ્યોના આક્ષેપો…

દાહોદ તા.27

દાહોદ જિલ્લા પંચાયતની ઘણા લાંબા સમય પછી મળેલી સામાન્ય સભા ભારે આક્ષેપ પ્રત્યાક્ષેપવાળી રહી હતી.જોકે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં છેલ્લે ઘીના ઠામમાં ઘી ઢોળાયો હોય તેવો ઘાટ ઘડાયો હતો.એજન્ડાના બાર જેટલા કામો માટે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર ત્રણ કલાક કરતા પણ વધુ સમય સામાન્ય સભા ચાલી હતી.જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આજે તમામ સદસ્યો ધારાસભ્યો અને સંસદ સભ્યોના નિશાના ઉપર રહેવા પામી હતી.

દાહોદ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સને 2023-24 ના વાર્ષિક હિસાબો રજૂ થયા હતા. તો અને 2024-25 નું સુધારેલ અને ચાલુ વર્ષનું એટલે કે 2025-26 નું અંદાજપત્ર પણ રજૂ થયું હતું. શરૂઆતની 20 થી 25 મિનિટ તો શાંતિપૂર્ણ રીતે સામાન્ય સમા ચાલી હતી અને એજન્ડાના કામો આગળ વધી રહ્યા હતા. એ જ સમયે ગત અઢી વર્ષની મુદત માટે પ્રમુખ રહેલા શ્રીમતી શીતલબેન વાઘેલા DRDA એ ના નિયામક ઉપર જવાબો બરાબર આપતા ન હોવાનું ફોન ઉપાડતા ન હોવાનું ખુલ્લો આક્ષેપ કર્યો હતો તો.એ વાતને સાંસદે પણ ટેકો કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને નીતિ રીતે માર્મિક ટકોર કરી હતી.એટલું જ નહીં તેઓને સરકાર દ્વારા સોંપવામાં આવેલા કામગીરીમાં બેલેન્સિંગ રાખવાની વાત પણ કરી હતી.એટલું જ નહીં ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાએ આક્રોશ વાણીમાં ડીઆરડીએના નિયામક દ્વારા મનરેગા યોજનાઓ બે વર્ષથી વહીવટી આપવામાં આવતી નથી અને માનીતાઓને કામ વેચ્યા આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જે સભ્યો બોલે અને જે ના બોલે તે બધાને સરખે ત્રાજવે તોલવા જણાવ્યું હતું. નિયમ અનુસાર 60. 40 ના રેશિયાને જાળવી તમામ તાલુકાને ન્યાય આપવા જણાવ્યું હતું ડીઆરડીએ ના વહાલા ભર્યા વ્યવહાર અંગે તમામ સદસ્યોએ એક સૂર પુરાવ્યો હતો અને આગામી દિવસોમાં હવે બાકી રહેલા અન્ય ત્રણ તાલુકાઓને કામ આપવા જણાવ્યું હતું તો ડીઆરડીએ નિયામક કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10,000 મકાનો મંજુર થયેલા છે અને તેઓને પ્રથમ હપ્તો ચૂકવાઇ પણ ગયેલ હોવાનું તથા આગામી દિવસોમાં મનરેગા યોજના હેઠળ તેઓને 90 દિવસની રોજગારી માં 25 કરોડ સીસી રોડના 125 કરોડ અને વ્યક્તિગત કામમાં 14,266 કુવામાં 285 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેવું જણાવી સૌને ઠંડા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

સદસ્ય સુધીર લાલપુરવાળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને જો જિલ્લા પંચાયતના સદસ્યો જોડે કંઈ લેવાદેવા ન હોય તો પછી તેનું બજેટ અત્રે મંજૂર કરાવવા કેમ આવે છે.?તેઓ પ્રશ્નો ઉભો કરી અને મનરેગા યોજનાના આયોજનમાં અથવા સરકારના અન્ય યોજનાઓમાં જિલ્લા પંચાયતના સદસ્યોને નીગલેટ કરાતા હોવાનું આક્ષેપ કર્યો હતો સુધી લાલપુર વાળાની રજૂઆતને પગલે ઉપસ્થિત તમામ સદસ્યોએ ટેબલ ઠોકી તેઓની વાતને વધાવી લીધી હતી. એક સમયે ઉગ્ર થયેલા સાંસદ જશવંતસિંહ ભાભોર અને ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા છેલ્લે સરકાર નું નીચું ન જોવાય સરકાર તો પૈસા આપે જ છે પણ આ અધિકારીઓ અને આપણી સુપરવાઇઝરિંગમાં ભૂલ હોય એમને એકલા જવાબદાર ન ગણવા જણાવ્યું હતું. છેલ્લે તમામ ગ્રામસભાના વિભાજનનો ઠરાવ તાલુકા વિભાજનના ઠરાવો વિગેરેનું આયોજન કરી અને વિગેરેની દરખાસ્ત રજૂ કરાવવા પ્રમુખ સ્થાનેથી રજૂઆત થતા તમામે તેને વધાવી લીધી હતી. સમગ્ર સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન માત્ર અને માત્ર જિલ્લા વિકાસ એજન્સી કેન્દ્રસ્થાને રહી હતી તો ડીઆરડીએ અને ખાસ કરીને આરોગ્ય ખાતા માટે પણ કેટલીક આંગળીઓ ચિંધાઈ હતી. તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીનો હોદ્દો સંભાળનાર દાહોદ વિસ્તારમાં આંગણવાડી મકાનો જર્જરીત થયા છે તેનું કામગીરી કરવા અને તેની દરખાસ્ત કરવા સૌ સદસ્યોને ભલામણ કરી હતી.

આમ જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં 2024-25 ના સુધારેલા તથા સને 2025-26 ના અંદાજો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને 2024 25 ના સુધારેલા અંદાજપત્રમાં કુલ આવક 2605.12 કરોડ સામે 1699.36 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તો તને 2025-26 ના અંદાજપત્ર મુજબ કુલ આવક 3086.29 કરોડ ની સામે 1776.04 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધ્યક્ષ છે. બે વર્ષ દરમિયાન સૌએ સાથે મળીને કામ કર્યું એકબીજાના સહકારથી વિકાસને વેગ આપવાનું અને સાથે હળી મળીને કામ કરવાનું જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.એક સમયે જિલ્લા પંચાયતની આ સામાન્ય સભા આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે તોફાની બની રહેશે તેવું લાગતું હતું પરંતુ સાંસદ ધારાસભ્યો અને જિલ્લા વિકાસ અધિકારીના કારણેથી ઘીના ઠામમાં ઘી ફરી સમગ્ર સામાન્ય સવા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!