
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
દાહોદ જિલ્લાનાં ઝાલોદ ઝોનમાં આવેલ વિવિધ સ્કૂલો ખાતે એચ.એસ.સી અને એસ.એસ.સી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે આવ્યાં હતાં
વિદ્યાર્થીઓનું સ્વાગત પરીક્ષા કેન્દ્રમાં તિલક તેમજ ફૂલ આપી મીઠું મોંઢું કરાવામાં આવ્યુ હતું.
ઝાલોદ તા. 27
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલી પણ તેમનો ઉત્સાહ વધારવા સાથે આવેલ હતા.
બાળકોને ઝાલોદ ઝોનમાં આવતી તમામ શાળાઓમાં તિલક કરી ફૂલ આપી તેમજ મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યાં હતા. સાથે સાથે વિદ્યાર્થીઓ ભૂલ થી પણ ચોરી કરવાના ઈરાદે કોઈ સાહિત્ય સાથે લાવેલ હોય તો તે માટે કાપલી પેટી મુકવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ તેમાં નાખી દે. તેમજ ઝાલોદ ખાતે એચ.એસ.સી પરીક્ષા માટે પણ કેન્દ્ર ફાળવવામાં આવેલ છે તેને લઈને પણ વિદ્યાર્થીઓનો ઘસારો નગરમાં વધુ જોવા મળતો હતો.
આજથી થયેલ એસ.એસ.સી પરીક્ષામાં ઝાલોદ ઝોનમાં 35 જેટલી બિલ્ડીંગોમાં પરીક્ષા યોજાનાર છે. ત્યારે ઝાલોદ ઝોનમાં આવેલ બ્લોકો 355 છે જેમાં 355 જેટલા બ્લોકો માં સીસીટીવી કેમેરાથી સજ્જ છે ત્યારે ઝાલોદ ઝોનમાં આશરે 10573 વિધાથીર્ઓ પરીક્ષા આપનાર છે
તે અંતર્ગત આજરોજ ગુજરાતી અને અંગ્રેજીના પેપર માટે કુલ 9193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા તેમાંથી 8683 હાજર તેમજ 510 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેવું જાણવા મળ્યું હતું પરીક્ષા માટે કુલ 327 બ્લોક માં અંદાજીત 370 જેટલા શિક્ષકો હાજર રહેનાર છે તે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડીકલ સ્ટાફ તેમજ કાયદાકીય પરિસ્થિતિ જાળવવા માટે પોલિસ સ્ટાફ ની પણ વ્યવ્સ્થા કરવાંમાં આવેલ છે. પરીક્ષાનાં તમાંમ કેન્દ્રો પર સુપરવાઈઝરની ત્રીજી આંખ સામાન સી.સીટી.વી કેમેરા પણ વગાડવામાં આવેલ છે જેથી પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ના આચરાય તેની ખાસ તકેદારી રાખવામાં આવેલ છે
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ ઝાલોદ