Saturday, 27/07/2024
Dark Mode

રસીકરણના પ્રથમ દિવસે જ વેક્સિન લેનાર દાહોદના એસપી હિતેશ જોયસર તેમજ તેમની પત્ની કોરોના સંક્રમિત:પોલીસબેડામાં ચકચાર ..

January 7, 2022
        3546
રસીકરણના પ્રથમ દિવસે જ વેક્સિન લેનાર દાહોદના એસપી હિતેશ જોયસર તેમજ તેમની પત્ની કોરોના સંક્રમિત:પોલીસબેડામાં ચકચાર ..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

રસીકરણના પ્રથમ દિવસે જ વેક્સિન લેનાર દાહોદના એસપી હિતેશ જોયસર તેમજ તેમના પત્ની કોરોના સંક્રમિત:પોલીસબેડામાં ચકચાર 

લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો,પોઝીટીવ આવતા હાલ બન્ને હોમ આઈશોલેશનમા

 જિલ્લા પોલીસ વડાના સંપર્કમાં આવેલા અન્ય પોલીસ કર્મીઓ તેમજ અન્ય કર્મચારીઓને હોમ કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ 

દાહોદ તા.07

રસીકરણના પ્રથમ દિવસે જ વેક્સિન લેનાર દાહોદના એસપી હિતેશ જોયસર તેમજ તેમની પત્ની કોરોના સંક્રમિત:પોલીસબેડામાં ચકચાર ..

 

દાહોદ જિલ્લામા ગઈ કાલે શહેરના 11 સહિત કુલ 15 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હાલમા જ દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામા પણ ખળભળાટ મચી ગયો છે.

ગઈ દાહોદ જિલ્લામાં આરટીપીસીઆરના 1326 પૈકી 12 અને રેપીડ ટેસ્ટના 341 પૈકી 3 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ 15 કેસ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી 11 સામે આવ્યાં છે, જ્યારે 4 કેસ પૈકી 2 દાહોદ ગ્રામ્ય અને 2 ગરબાડામાંથી નોંધાયાં હતા. દાહોદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજના 11 પોઝીટીવ કેસો સાથે એક્ટીવ કેસની કુલ સંખ્યા 26 પર પહોંચી જવા પામી છે. જિલ્લામા એક્ટીવ કેસની સંખ્યાં 41 પર પહોંચી ચુકી છે.આજના રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે તે પહેલા જ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તરત જ તેમના પત્ની પણ પોજીટીવ આવતા તેમના સંપર્કમા આવેલા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ ભયભીત થયા છે.આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહીતિ પ્રમાણે તેમને પ્રાથમિક લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો છે અને પોઝીટીવ આવતા તેઓ હાલ હોમ આઈશોલેશનમાં હોવાનુ જાણવા મળયુ છે.અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લા પોલીસ વડાએ ગત જાન્યુઆરી મા રસીકરણના પ્રારંભના દિવસે જ તેઓએ પ્રથમ ડોઝ લીધો હતો.ત્યારબાદ સમય મર્યાદા મા બીજો ડોઝ પણ મુકાવી દીધો હતો.

—————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!