
દેવગઢ બારીયામાં દિપડાનો આતંક: મકાઈના ખેતરમાં 35 વર્ષીય મહિલા પર હુમલો કર્યો, મોઢા પર ગંભીર ઈજા પહોંચી..
દાહોદ તા.21
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રૂપારેલ ગામમાં દિપડાના હુમલાની ઘટના સામે આવી છે. સવારે 7 વાગ્યાના અરસામાં ટીનાબેન સર્જનભાઇ વડેલ (ઉ.વ.35) મકાઈના ખેતરની દેખભાળ માટે ગયા હતા.આ દરમિયાન અચાનક દિપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દિપડાએ મહિલાના મોઢાના ભાગે પંજો મારી બચકા ભર્યા હતા. હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. દિપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગ્રામજનોએ દિપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે.