
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના હિમાલા ગામે ભુવાએ ડામ મારતાં ૪ માસની માસુમની તબીયત લથડી, સારવાર માટે દાહોદ ખસેડાઈ
દાહોદ તા.૦૬
દાહોદ તાલુકાના હિમાલા ગામે એક ચાર માસની માસુમ બાળાને તાવ, ન્યોમોનીય જેવો રોગ થતાં પરિવારજનો દ્વારા તેને ગામના એક બડવા, ભુવા પાસે લઈ જઈ છાતીના ભાગે ડામ આપતાં માસુમ બાળાની તબીયત લથડતા તાત્કાલિક પરિવારજનો દ્વારા માસુમ બાળાને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
દાહોદ જિલ્લાો કોઈને કોઈ પ્રકરણમાં હરહંમેશ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેતો આવ્યો છે. ભુતકાળમાં અંધશ્રધ્ધાનું ભુત વળગતાં કેટલીક મહિલાઓ તેમજ માસુમ બાળકો પર અત્યાચાર થયો હોવાના બનાવો બનવા પામ્યો હતો. અને ઘણા બનાવો તો પોલીસ ચોપડે પણ નોંધાંવવા પામ્યાં છે. વળી ફરીવાર દાહોદ જિલ્લામાં અંધશ્રધ્ધાનું ભુત વળગતા તેનો ભોગ ૪ માસની બાળકી ભોગ બનતા બનતા બચી ગઈ છે. જેમાં દાહોદના હિમાલા ગામે એક પરિવારની ચાર માસની માસુમ બાળકીને તાવ, શરદી, ખાંસી તેમજ ન્યોમોનીયા જેવી બિમારી થતાં પરિવારજનો ગામના એક ભુવા, બડવા પાસે લઈ ગયાં હતાં. જ્યાં ભુવા દ્વારા માસુમ બાળાને છાંતીના ભાગે ગરમ ગરમ ડામ દેતાં બાળકીની તબીયત વધુ લથડતા પરિવારજનો હેબતાઈ ગયાં હતાં. તાત્કાલિક પરિવારજનો દ્વારા બાળકીને દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જાણવા મળ્યાં અનુસાર, ખાનગી હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક માસુમ બાળાની સારવાર હાથ ધરી હતી. હાલ માસુમ બાળાની તબીયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ પરિવારમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો કોઈ બિમાર વ્યક્તિ અથવા તો બાળક હોય તેને અંધશ્રધ્ધાના વહેમ, શકમાં બડવા, ભુવા પાસે ન લઈ જઈ તાત્કાલિક દવાખાનાનો તેમજ હોસ્પિટલમનો સંપર્ક કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
——————————————-