
સંજેલીમાં મહિલા જોડે અત્યાચારના પ્રકરણમાં પોલિસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિંકન્ટ્રકશન કર્યું: ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા…
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ચકચાર મચાવી મુકનાર ઘટનામાં એક મહિલાને પ્રેમ સંબંધમાં મહિલાને અર્ધનગ્ન કરી આખા ગામમાં મહિલાનો અર્ધ નગ્ન હાલતમાં વરઘોડો કાઢતાં સમગ્ર જિલ્લામાં ભારે સ્તબ્ધતા સાથે ચકચાર મચાવી મુકી હતી. જેમાં પોલિસે આ ઘટનામા ૧૫ આરોપીઓ પૈકી પોલીસે મહિલા સહિત ૧૨ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ ૧૫ આરોપીઓ પૈકી ૪ બાળ કિશોરનો પણ સમાવેશ થાય છે. અને પકડાયેલા આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રી કન્ટ્રક્શન કર્યું હતું.
ગત તા.૨૮મી જાન્યુઆરીના રોજ સંજેલી તાલુકામાં એક પરણિત મહિલાને અન્ય પુરૂષ સાથેના પ્રેમ સંબંધ હોઈ ગામમાં રહેતાં મહિલા સહિત ૧૫ ઈસમો દ્વારા મહિલાને દંડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યા બાદ મહિલાને અર્ધ નગ્ન કરી નાંખી હતી. મહિલાને અર્ધ નગ્ન કરી મોટરસાઈકલની પાછળ સાંકળ બાંધી અને તેજ સાંકળ મહિલાના હાથમાં બાંધી સમગ્ર ગામમાં મહિલાનો અર્ધ નગ્ન હાલતમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો આરોપીઓ પૈકી કેટલાંક આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો અને જાેતજાેતામાં આ ઘટનાનો સમગ્ર વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લામાં આ ધ્રૃણાસ્પદ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશો સાથે આરોપીઓના ધરપકડના આદેશો કરવામાં આવતાં પોલીસ કાફલા દ્વારા આજરોજ ઘટના સ્થળે પહોંચી જઈ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યુ હતું અને આ બનાવમાં સામેલ મહિલા સહિત ૧૫ આરોપીઓ પૈકી ૧૨ આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં હતાં જેમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપીઓમાં ચાર બાળ કિશોર, ચાર મહિલાઓ અને ચાર પુરૂષોનો સમાવેશ થાય છે. બાળ કિશોરોને જુએનલ જસ્ટીસ બોર્ડમાં રજુ કરવામાં આવ્યાં છે. ચાર મહિલાઓને જેલમાં મોકલી દેવામાં આવી છે અને અન્ય ચાર પુરૂષ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં તેઓની પુછપરછ કરવામાં આવી ત્યારબાદ આજરોજ જાલોર ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલ તેમજ અન્ય પોલીસ કર્મીઓએ પકડાયેલા આરોપીઓને સાથે રાખી જે જગ્યાએ અન્ય આરોપીઓએ મહિલા જોડે અત્યાચાર ગુજારીયો હતો અને ગુંદી રાખવામાં આવી હતી તે સ્થળોએ લઈ જઈ ઘટનાનું રી કન્ટ્રક્શન કર્યું અત્રે ઉલ્લેખની છે કે આ ઘટનામાં ફરાર એક પુરૂષ, એક મહિલા અને એક બાળ કિશોરના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ પીડીત મહિલાને તેના સસરાને જ્યાં પીડીત મહિલાને ગોંધી રાખી હતી જ્યાં તેના સસરાના ત્યાંથી પોલીસે પીડીતાને મુક્ત કરાવીહતી.