
રાજેશ વસાવે :- દાહોદ
ગોડાઉનમાં મુકેલા કમ્પ્રેસર બ્લાસ્ટ થતાં લાગેલી આગમાં..
ધાનપુર ચોકડી નજીક ટાયરના શોરૂમમાં લાગી વિકરાળ આગ: દાહોદ- ગોધરા ફાયર દ્વારા આગ ઓલવી..
દાહોદ તા.31
દેવગઢ બારીયાના ધાનપુર ચોકડી પાસે આવેલા એક ટાયરના શોરૂમમા બપોરના સમયે આગ લાગી હતી.જોતજોતામાં ગોડાઉનમાં પડેલા ટાયરો આગની લપટોમાં આવતા આગ વધુ વિકરાલ બની હતી. જેનાં પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દરમિયાન બનાવની જાણ દેવગઢબારિયા ફાયર ફાઈટર ને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.સાથે સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ દોડી આવ્યા હતા.અને બારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.જોકે બનાવના પગલે શોરૂમના માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયાના ધાનપુર ચોકડી પાસે આવેલા લક્ષ્મીનારાયણ ટ્રેડર્સ MRF ટાયર ના શોરૂમમાં અચાનક બ્લાસ્ટ થયા બાદ ઓચિંતિ આગ ફાટી નીકળી હતી. કોઈ કંઈક સમજે તે પહેલા જ શોરૂમમાં પડેલા ટાયરોમાં આગ લાગતા આગ વઘુ વિકરાળ બની હતી. જેનાં લીધે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉંમટી આવ્યા હતા. અને સ્થાનિકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ તે નિરર્થક સાબિત થયા હતા.દરમિયાન આગના બનાવની જાણ દેવગઢબારિયા ફાયર ને કરવામાં આવતા ફાયર બ્રિગેડ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા દરમિયાન સ્થાનિક પોલીસ પણ પહોંચતા ટોળાને વેરવિખેર કરી આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પરંતુ આ ઘટનાના પગલે શોરૂમના માલિકને લાખો રૂપિયાનો નુકસાન પહોંચ્યો હતો .
*હવા ભરવાનું કમ્પ્રેશન મશીન બલાસ્ટ થતાં આગ લાગી હતી.*
લક્ષ્મીનારાયણ ટ્રેડર્સ નામક એમ.આર.એફ ટાયરના શોરૂમના ગોડાઉનમાં મુકેલા કમ્પ્રેસર મશીન બ્લાસ્ટ થતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.અને શોરૂમમાં મુકેલા ટાયરના જથ્થામાં આગ પકડાતા આગ વઘુ વિકરાળ બની હતી..
*ગોધરા- દાહોદના ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી.*
ટાયરના શોરૂમમાં બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગ વિકરાળ બની હતી. દરમિયાન દેવગઢબારિયા ફાયર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં.પરંતું વિકરાળ આગની લપટો વઘુ ફેલાય તે પહેલાં જ દાહોદ ફાયર બ્રિગેડ તેમજ ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરવામા આવી હતી.આ ધટનામાં ગોધરા, દાહોદના બે તેમજ બારિયાના 2 મળી 4 ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવામાં આવી હતી.