Wednesday, 12/02/2025
Dark Mode

ખેલ મહાકુંભ – ૩. ૦ – દાહોદ* *રમત – ગમત સંકુલ દેવગઢ બારીયા ખાતે તાલીમ લઈ આર્ચરીમાં દાહોદને ગૌરવ અપાવતી ખરાડી ભાવિકા*

January 31, 2025
        5491
ખેલ મહાકુંભ – ૩. ૦ – દાહોદ*  *રમત – ગમત સંકુલ દેવગઢ બારીયા ખાતે તાલીમ લઈ આર્ચરીમાં દાહોદને ગૌરવ અપાવતી ખરાડી ભાવિકા*

રાજેશ વસાવે :-  દાહોદ 

*ખેલ મહાકુંભ – ૩. ૦ – દાહોદ*

*રમત – ગમત સંકુલ દેવગઢ બારીયા ખાતે તાલીમ લઈ આર્ચરીમાં દાહોદને ગૌરવ અપાવતી ખરાડી ભાવિકા*

*આજે મારો પરિવાર પણ મારી પ્રગતિથી ગૌરવ અનુભવે છે એ મારા માટે ખુશીની વાત છે.- ખરાડી ભાવિકા(આર્ચરી ખિલાડી)*

દાહોદ 

ખેલ મહાકુંભ - ૩. ૦ - દાહોદ* *રમત - ગમત સંકુલ દેવગઢ બારીયા ખાતે તાલીમ લઈ આર્ચરીમાં દાહોદને ગૌરવ અપાવતી ખરાડી ભાવિકા*

સમગ્ર રાજ્યભરમાં આજે ખેલ મહાકુંભ ૩. ૦ ની તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે ૨. ૦ ના ખેલ મહાકુંભમાં આર્ચરી રમતમાં પ્રથમ આવનાર અરવલ્લી જિલ્લાના ભિલોડાની રહેવાસી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ રમત – ગમત સંકુલ ખાતે વર્ષ ૨૦૧૭ દરમ્યાન પોતાની આર્ચરીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.

ભાવિકા પોતાનો અનુભવ રજૂ કરતા કહે છે કે, તેણીને આ રમત – ગમત સંકુલ ખાતે સારી એવી તાલીમ મળી રહી છે. કોચ પણ અમને પૂરો સહકાર અને તાલીમ આપી રહ્યા છે. ઉપરાંત અમારી સફળતા માટે જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા અમરસીંગ અને જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ કોચ સખત મહેનત કરી રહ્યા છે.

તેણી વધુમાં જણાવે છે કે, અહીંથી તાલીમ મેળવ્યા બાદ મે મારી સફળતાનું પગથિયું ચડવાનું શરૂ કર્યું છે. મને વર્ષ ૨૦૨૩ માં નડિયાદ ખાતે યોજાયેલ અંડર ૧૭ ની સ્કૂલ લેવલની રમતમાં પ્રથમ આવતાં ગોલ્ડ મેડલ મળ્યો હતો, એ સાથે ખેલ મહાકુંભ ૨. ૦ માં પણ મને પ્રથમ આવતાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આજે મારો પરિવાર પણ મારી પ્રગતિથી ગૌરવ અનુભવે છે એ મારા માટે ખુશીની વાત છે.

હું તમામ ખિલાડીઓને તેમજ ખાસ કરીને છોકરીઓએ એટલું જ કહીશ કે, પરિણામ ગમે તે આવે પરંતુ પોતાની જાતને પ્રુફ કરવા એક મોકો જરૂર આપવો જોઈએ અને પુરા વિશ્વાસથી મેદાનમાં ઉતરો. આજના સમયમાં છોકરીઓ પણ કોઈપણ રમત કે ક્ષેત્રમાં પાછી પડશે નહીં. જેથી તમે પણ બધાં ૩. ૦ ખેલ મહાકુંભમાં પુરી તાકાતથી રમો. અને આપણા પરિવાર અને વતનનું નામ રોશન કરો, એવી મારી શુભકામનાઓ આપવા સાથે ભાગ લઈ પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરું છું.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!