
રાજેશ વસાવે :- દાહોદ
*૩૦ જાન્યુઆરી:શહીદ દિન*
*શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે દાહોદ કલેકટર કચેરી ખાતે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું*
દાહોદ તા. ૩૦
ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫, ગુરુવારના રોજ શહીદ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી.
જેના ઉપલક્ષ્યમાં દાહોદ જિલ્લાની કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે તા.૩૦ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં પૂ. મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે, શહીદ દિવસે મૌન પાળવામાં આવે છે. રાષ્ટ્ર માટે શહીદી વહોરનારને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ સહિત અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦