દાહોદમાં કોરોના બોમ્બ ફૂટ્યો,સાગમટે 12 નવા દર્દીઓ નોંધાતા એક્ટિવ દર્દીઓનો આંક 26 પર પહોંચ્યો

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં કોરોના બોમ્બ ફૂટ્યો, સાગમટે 12 નવા દર્દીઓ નોંધાતા એક્ટિવ દર્દીઓનો આંક 26 પર પહોંચ્યો..

આજે નોંધાયેલા એક ડઝન કોરોના ના કેસો દાહોદ શહેર માંથી બહાર આવતાં ચકચાર…

દાહોદ તા.૦૫

દાહોદમાં આજે કોરોના બોમ્બ ફુટ્યો છે. આજે એકસાથે ૧૨ એટલે કે, એક ડઝન કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતાં ખળભળાટ સાથે લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ એક ડઝન કોરોના પોઝીટીવ કેસ દાહોદ શહેરમાં નોંધાયાં છે.બારે બાર પોઝીટીવ કોરોના પોઝીટીવ કેસ દાહોદ શહેર વિસ્તારમાંથી સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ક્યાંકને ક્યાંક દાહોદ શહેરવાસીઓની લાપરવાહી કહો કે, સરકારની ગાઈડ લાઈનનું પાલન ન થતું હોવાને કારણે દાહોદમાં હવે કોરોના પ્રસરી રહ્યો છે.

આજે દાહોદમાં આરટીપીસીઆરના ૧૫૩૬ પૈકી ૧૦ અને રેપીટ ટેસ્ટના ૨૩૯ પૈકી ૦૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૨ કેસ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે. દાહોદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજના ૧૨ પોઝીટીવ કેસો સાથે એક્ટીવ કેસની કુલ સંખ્યા ૨૬ પર પહોંચી જવા પામી છે. દાહોદ શહેરમાંથી એકસાથે ૧૨ કોરોના પોઝીટીવ કેસો સામે આવતાં દાહોદ શહેરવાસીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડી છે. જાહેરમાં સરકારની ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ થતો જાેવા મળી રહ્યો છે. લોકો બેફીકર રીતે માસ્ક વગર પણ ફરતાં જાેવા મળી રહ્યાં છે. સોશીયલ ડિસ્ટન્સનો પણ બજારોમાં અભાવ જાેવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં બજારોમાં ભારે ભીડ પણ જાેવા મળી રહી છે ત્યારે ક્યાંકને ક્યાંક દાહોદ શહેરવાસીઓની કોરોના સંક્રમણ પ્રત્યેની બેદકકારી અને સરકારના નિયમોનું પાલન ન કરતાં હોવાને કારણે દાહોદમાં કોરોના છેલ્લા કેટલાંક દિવસોથી વકરી રહ્યો છે. આજના ૧૨ કોરોના પોઝીટીવ કેસોને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

 

——————————–

Share This Article